2022થી ગ્લોબલ લેવલે બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવશે વનવેબ, સ્પેસએક્સ અને એમેઝોનને ટક્કર મળશે

0
61
  • લૉ-બર્થ ઓર્બિટ સેટેલાઈટથી બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવશે
  • વનવેબે 648માંથી અત્યાર સુધી 74 સ્પેસક્રાફ્ટ ઓર્બિટમાં મોકલ્યા

ટેલિકમ્યૂનિકેશન ટાયકૂન અને ભારતી એન્ટરપ્રાઈઝ લિમિટેડના ચેરમેન સુનીલ મિત્તલે કહ્યું કે, સેટેલાઈટ સ્ટાર્ટઅપ વનવેબ 2022થી ગ્લોબલ સ્તરે બ્રોડબેન્ડ સર્વિસ આપવાનું શરૂ કરશે. વનવેબને સુનીલ મિત્તલે બ્રિટન સરકારની મદદથી બેંકરપ્સીથી બહાર નીકાળી છે.

મે-જૂન 2020થી શરૂ થશે બ્રોડબેન્ડ સર્વિસ
યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ટેલિકમ્યૂનિકેશન યુનિયન અને સાઉદી અરબ કમ્યૂનિકેશન રેગ્યુલેટર CITCથી તરફથી આયોજિત એક કોન્ફરન્સમાં સુનીલ મિત્તલે કહ્યું કે મે-જૂન 2022થી વનવેબ બ્રોડબેન્ડ સર્વિસ શરૂ થશે. તેમાં આશરે 18 મહિનાનો સમય છે. મિત્તલે કહ્યું કે, વનવેબના સેટેલાઈટ સમૂહ આખો ગ્લોબ અને દુનિયાની એક-એક ઈંચ કવર કરશે.

એલન મસ્ક અને જેફ બેઝોસને ટક્કર મળશે
સેટેલાઈટથી બ્રોડબેન્ડ સર્વિસ આપવા માટે તૈયાર થઈ રહેલા વનવેબની ટક્કર અમેરિકાના દિગ્ગજ કારોબારી એલન મસ્ક અને જેફ બેઝોસથી થશે. એલન મસ્કની કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજી કોર્પ અને જેફ બેઝોસની એમેઝોન ડોટ કોમ ઈન્ક લૉ અર્થ ઓર્બિટ સેટેલાઈટનાં માધ્યમથી ઈન્ટરનેટ આપવાની તૈયારી કરી રહી છે.

બ્રોડબેન્ડ સેવાનું ટેસ્ટિંગ કરી રહી છે સ્પેસએક્સ
વનવેબ આ જ વર્ષે માર્ચમાં બેંકરપ્સીમાં ચાલી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી એલન મસ્કે પોતાની કંપની સ્પેસએક્સનાં માધ્યમથી હજારો સેટેલાઈટ લોન્ચ કર્યા. સ્પેસએક્સ તેનાં માધ્યમથી સ્ટારલિંક સેટેલાઈટ સમૂહ બનાવી રાખ્યું છે. સ્પેસએક્સ હવે પાતોની સર્વિસનું સંભવિત ગ્રાહકો સાથે ટેસ્ટિંગ કરી રહી છે. જોકે, વનવેબની જેમ સ્ટારલિંકની સર્વિસ આખી દુનિયામાં અવેલેબલ નહિ હોય.

વનવેબે અત્યાર સુધી 74 સ્પેસક્રાફ્ટ ઓર્બિટમાં મોકલ્યા
વનવેબ 648 સ્પેસક્રાફ્ટ ઓર્બિટમાં મોકલવાની યોજના ધરાવે છે. તેમાંથી અત્યાર સુધીમાં 74 સ્પેસક્રાફ્ટ ઓર્બિટમાં મોકલવામાં આવ્યા છે. કંપની આ મહિને સ્પેસક્રાફ્ટના લોન્ચિંગને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જો કે, સેટેલાઇટ જૂથ બનાવવા માટે કંપની હજી સુધી જરૂરી ફંડ એકત્ર કરી શકી નથી.

7 અબજ ડોલર સુધીનો ખર્ચ થશે
648 સેટેલાઈટના જૂથ બનાવવામાં 5.5થી 7 અબજ ડોલર સુધીનો ખર્ચો થશે. તેના અડધાથી લગભગ અડધો ભાગ 2થી 2.5 અબજ ડોલર જેટલું રોકાણ ભારતી એરટેલ અને બ્રિટિશ સરકાર કરશે. બાકીની રકમની વ્યવસ્થા રોકાણકારો દ્વારા કરવામાં આવશે. સુનીલ મિત્તલે કહ્યું કે, આ કોઈ મોટો મુદ્દો નથી.

વનવેબની સ્થાપના 2014માં કરવામાં આવી હતી
વનવેબની સ્થાપના 2014માં ઉદ્યમી ગ્રેગ વાયલોરે કરી હતી. તે લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ બનાવે છે અને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ટેલીકોમ સેવા પ્રદાન કરે છે. ભારતીય એન્ટરપ્રાઇઝ વનવેબના સ્થાપક સભ્યોમાંથી એક હતી. કંપનીમાં તેનો વ્યૂહાત્મક હિસ્સો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here