2021માં દૂકાળ, ભૂકંપ જેવી આફતોથી તબાહી સર્જશેઃ નોસ્ત્રાદમસની આગાહી

0
64

પૃથ્વી પર ધૂમકેતુ ટકરાશે એવી ભવિષ્યવાણી નોસ્ત્રાદમસે કરી હતી

16મી સદીમાં થયેલા ફ્રાન્સના વિખ્યાત ભવિષ્યવેત્તાએ લેસ પ્રોફેટિસમાં 6338 આગાહીઓ કરી હતી૧૬મી સદીના ફ્રાન્સના વિખ્યાત ભવિષ્યવેત્તા નોસ્ત્રાદેમસે ૨૦૨૧ને લઈને જે આગાહી કરી છે, તે ખૂબ જ બિહામણી અને ચિંતા ઉપજાવનારી છે. નોસ્ત્રાદમસના કહેવા પ્રમાણે ૨૧મી સદીના ત્રીજા દશકાની શરૃઆત ભૂકંપ અને દૂકાળથી તબાહી સર્જાશે. પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાશે.
ફ્રાન્સમાં ૧૫૦૩માં જન્મેલા અને ૧૫૬૬માં મૃત્યુ પામેલા વિખ્યાત ભવિષ્યવેત્તા નોસ્ત્રાદમસ તેમની આગાહીઓ માટે જગ વિખ્યાત છે. લેસ પ્રોફેટિસ નામના પુસ્તકમાં નોસ્ત્રાદમસે ૬૩૩૮ આગાહીઓ કરી છે, એમાંથી ઘણી મહત્વની આગાહીઓ સાચી પડી ચૂકી છે. એક અંદાજ પ્રમાણે લગભગ ૭૦ મહત્વની આગાહીઓ સાચી પડી છે, જેમાં ૧૬૬૬માં બ્રિટનના મોટા શહેરમાં ભયાનક આગ લાગશે એનાથી લઈને પરમાણુ હુમલા સુધીની આગાહીઓનો સમાવેશ થાય છે. નોસ્ત્રાદમસે ફ્રેન્ચક્રાંતિની પણ આગાહી કરી હતી અને વિશ્વયુદ્ધોનો પણ સંકેત આપ્યો હતો.
નોસ્ત્રાદમસે ૨૦૨૧ને લઈને કરેલી આગાહી પણ ધ્યાન ખેંચનારી છે. ૨૦૨૧માં રશિયાનો એક જીવ વિજ્ઞાાની એક ખતરનાક કેમિકલ વેપન્સ બનાવશે, જેનાથી માણસ ઝોમ્બી બની જશે અને તેનાથી માનવસંસ્કૃતિના સર્વનાશની શરૃઆત થશે.
નોસ્ત્રાદમસે આકાશના એક આગની વાત કરી છે. નોસ્ત્રાદમસના સંકેત પ્રમાણે ૨૧મી સદીના ત્રીજા દશકામાં એક આકાશી ઘટના પૃથ્વીને ભયંકર નુકસાન કરશે અને એ દુનિયાના અંતની શરૃઆત કરશે. એ ઘટનાને ધૂમકેતુના સંભવિત ટકરાવ સાથે જોડીને જોવામાં આવે છે.  છઠ્ઠી મે ૨૦૨૧ના દિવસે એક એસ્ટ્રોઈડ પૃથ્વીને ટકરાય તેવી શક્યતા છે. જો ખરેખર એ ટક્કર થશે તો તેની તબાહી ૧૯૪૫માં  હિરોશીમા પર અમેરિકાએ પરમાણુ બોંમ્બ ફેંક્યા પછી જે તબાહી સર્જાઈ તેનાથી ૧૫ ગણી વધારે તબાહી સર્જાશે અને પૃથ્વીનો ૨૦ ટકા હિસ્સો ભારે ક્ષતિગ્રસ્ત થશે.
નોસ્ત્રાદમસની આગાહીઓ અગાઉ પણ સાચી પડી ચૂકી હોવાથી દરેક વખતે દુનિયાનું ધ્યાન આ મહાન ભવિષ્યવેત્તાની આગાહી તરફ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here