2020નું વર્ષ બોલિવૂડ માટે દુઃખદ, વધુ એક કલાકારનું નિધન થતા સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

  0
  4

  2020નું વર્ષ બોલિવૂડ (Bollywood) માટે ખુબ જ દુઃખદ સાબિત થયું છે. બોલિવૂડે આ વર્ષમાં ઘણા દિગ્ગજ કલાકારોને ખોયા છે. રિશી કપૂર (Rishi Kapoor)  હોય કે ઈરફાન ખાન (Irfan Khan) હોય કે પછી હોય સુશાંતસિંહ રાજપૂત (Sushantsingh Rajput) આ તમામ દિગ્ગજ કલાકારોને બોલિવૂડે ચાલુ વર્ષે ગુમાવ્યા છે. હજુ તેના દુઃખમાંથી બહાર નથી આવ્યા ત્યાં આજે ફરી એક વખત બોલિવૂડ (Bollywood) માટે ખરાબ સમાચાર આવ્યા છે. ફરાઝ ખાન (Faraaz Khan) ઘણા લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યા હતા. તે હવે જિંદગીની જંગ હારી ગયા છે. પૂજા ભટ્ટે (Pooja Bhatt) ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેનુ નિધન થઈ ગયું છે. પૂજા ભટ્ટે છેલ્લા દિવસોમાં તેમના ઈલાજ માટે ફંડ ભેગુ કરવાના પ્રયત્નો કર્યા હતા અને તેમની સારવાર માટે ઘણુ ફંડ ભેગુ કરવામાં આવ્યુ હતું.

  મદદ કરનારા તમામનો માન્યો આભાર

  પૂજા ભટ્ટે ટ્વિટમાં લખ્યુ હતું કે બહુ જ ભારે દિલથી આ સમાચાર આપી રહી છું કે ફરાઝ ખાન (Faraaz Khan) આપણને છોડીને ચાલ્યા ગયા છે. મારુ માનવુ છે કે તે હવે એક સારી જગ્યાએ છે. જ્યારે તેને ખુબ જરૂર હતી તે સમયે તમારા દરેકની મદદ અને શુભકામનાઓ માટે ખુબ જ આભાર વ્યક્ત કરૂ છું. મહેરબાની કરીને તેમના પરિવાર માટે પ્રાર્થના કરો. તે જે કમી છોડી ગયા છે તેની પૂર્તી કરવી અસંભવ છે.

  છેલ્લા એક વર્ષથી બિમાર હતા ફરાઝ ખાન

  મળતી માહિતી મુજબ ફરાઝની સારવાર બેંગલુરૂની હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમની ઉધરસ અને છાતીના ઈન્ફેક્શનની સમસ્યા અંદાજીત 1 વર્ષથી હતી. ફરાઝને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર પણ હતું. તેમની સારવાર માટે પરિવાર ફંડ એકઠું કરી રહ્યું હતું. સમાચા મળ્યા હતા કે સલમાન ખાને પણ તેને આર્થિક મદદ કરી હતી. ફરાઝ ખાને રાણી મુખર્જીની સાથે મેહંદી, ફરેબ, દુલ્હન બનું મૈં તેરી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here