2020ની અંતિમ ઉલ્કા વર્ષા 7થી 16 ડિસેમ્બર દરમિયાન માણી શકાશે

0
133

 13 ને 14 ડિસેમ્બર ઉત્તમ દિવસ મનાય છે

વર્ષ 2020ની અંતિમ ઉલ્કા વર્ષા તમે 7થી 16 ડિસેમ્બર દરમિયાન નરી આંખે માણી શકો છો. ખગોળશાસ્ત્રીઓ દર વર્ષે ડિસેમ્બરમાં આ જેમિનિડસ ઉલ્કા વર્ષા અંગે ઘણી જ ઉત્સુકતા હોય છે. આ ઉલ્કાવૃષ્ટિ એસ્ટ્રોયડના કારણે થાય છે. 

ઉલ્કા વર્ષા કલાકમાં 10થી 15 અને વધુમાં વધુ 100 ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજી જેવા દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. જો જેમિનિડસ ઉલ્કાવર્ષા નીહાળવી હોય તો 13 અને 14 ડિસેમ્બર શ્રેષ્ઠ માનવામાં આવે છે. નરી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઇ શકાય છે. 

ઉલ્કાવર્ષા નીહાળવા મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. ઉલ્કાવર્ષા જોવા માટે ઉત્તર, પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. ખગોળપ્રેમીઓ આનો નજારો માણવા માટે દરિયાકિનારે, પર્વતીય-ખડકાળ, નીર્જન સ્થાનને પસંદ કરે છે. તેની ઝડપ પ્રતિ સેકન્ડ 35 કિલોમીટરથી વધીને 130 કિલોમીટર રહેશે. જેમિનિડસ ખૂબ ચળકાટ ધરાવવાની સાથે ફાયરબોલમાં ફેરવાઇ જાય છે. ઉલ્કા વર્ષા પીળા, લીલા, વાદળી એમ વિવિધ કલરમાં જોઇ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here