૧૨મા ખેલાડી તરીકે યુજવેન્દ્ર ચહલ મેદાનમાં ઊતર્યો, ભારતને જીતાડીને મેન ઓફ ધ મેચ પણ બન્યો

  0
  2

  ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમે ૧૧ રનથી વિજય હાંસલ કરીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. આ મેચમાં ભારત માટે ૧૨મા ખેલાડી તરીકે (કન્ક્શન ખેલાડી) મેદાનમાં ઊતરેલા ચહલે પોતાની ટીમને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરવા ઉપરાંત મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. સુકાની એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ઓપનર લોકેશ રાહુલના ૫૧ તથા જાડેજાના આક્રમક અણનમ ૪૪ રનની મદદથી સાત વિકેટે ૧૬૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાત વિકેટે ૧૫૦ રન નોંધાવી શકી હતી. સુકાની ફિન્ચે ૩૫ તથા ડાર્સી શોર્ટે ૩૪ રન બનાવ્યા હતા. ભારત માટે ચહલે ૨૫ રનમાં ત્રણ તથા નટરાજને ૩૦ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી. જાડેજાએ સાતમા ક્રમે અણનમ ૪૪ રન બનાવીને ધોનીના ભારતીય રેકોર્ડને તોડી નાખ્યો હતો. ધોનીએ ૨૦૧૨માં વાનખેડે ખાતે ઇંગ્લેન્ડ સામે સાતમા ક્રમે ૧૮ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here