હૃદયમાં હળદર:કોરોના પછી હળદરના વપરાશમાં 30 ટકાનો વધારો થયો, વિદેશના લોકો સીધા સૌરાષ્ટ્રના ખેડૂતો પાસેથી ખરીદી કરે છે

    0
    5

    રાજકોટમાં રોજની 5 હજાર કિલો હળદર ખપી જાય છે. પરંતુ કોરોના પછી હળદરના વપરાશમાં 30 ટકાનો વધારો થયો છે. તેને કારણે હવે રોજની 6500 કિલો હળદર એકલા માત્ર રાજકોટમાં જ વપરાય જાય છે. ઉદ્યોગપતિ જીતુભાઈ અદાણી જણાવે છે કે, કોરોના સામે હળદરનો ઉપયોગ રોગપ્રતિકારક શકિત વધારવા માટે થતા તે ઉકાળા, દેશી ઓસડિયામાં વપરાશ વધ્યો છે. રાજકોટમાં આવતી હળદર મોટેભાગે મહારાષ્ટ્ર, ઈરોડ અને સાંગલીથી આવે છે. સૌરાષ્ટ્રમાં હળદરના વાવેતરનું પ્રમાણ ઓછું છે.

    યુરોપ અને ઠંડા પ્રદેશમાં ડિમાન્ડ
    સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ માત્ર 5 એકરમાં હળદરનું વાવેતર કરીને તેનું એક્સપોર્ટ કરનાર ખેડૂત ઉપેન્દ્રભાઈ નાથાણી જણાવે છે કે, કોરોના બાદ યુરોપ અને ઠંડા પ્રદેશમાંથી ઈન્કવાયરી અને ઓર્ડર બન્ને આવી રહ્યા છે. તેનું પ્રમાણ 10થી 30 ટકા છે. પરંતુ લોકડાઉન આવી જતા હળદરનું એક્સપોર્ટ કરવામાં મુશ્કેલી વધી રહી છે. કોરોના પછી આયુર્વેદિક ડોકટર તરફથી ખરીદી વધી છે. સૌરાષ્ટ્રનું વાતાવરણ ગરમ હોવાથી હળદરને તે માફક આવતું નથી.

    • 2008 થી સૌરાષ્ટ્રમાં હળદરની ખેતીની શરૂઆત ગોંડલ તાલુકામાંથી થઈ.
    • 1200 એકરમાં હાલમાં સૌરાષ્ટ્રમાં હળદરની ખેતી થાય છે.
    • 200 થી 250 રૂપિયા કિલો હળદરનો ભાવ છે.
    • 400 રૂપિયાના ભાવ ઓર્ગેનિક પદ્ધતિની ખેતીમાંથી ઉપજેલી હળદર વિદેશીઓ આપવા તૈયાર થાય છે
    • 08 મહિનાનો સમય લાગે છે હળદર ખેતરમાં વાવ્યા બાદ તેના પાક તૈયાર થતા.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here