હિન્દૂ પૂજા વિધિમાં શામેલ થવા પર સ્ટાર ક્રિકેટરને મળી હત્યાની ધમકી, સરકારે ભર્યુ આ પગલુ

0
96

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના bangladesh cricket દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ (shakib) અલ હસનને થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેના પછી બાંગ્લાદેશ સરકારે ખેલાડીને સુરક્ષા પૂરી પાડી છે. શાકિબ તાજેતરમાં જ કાલિ પૂજાના પંડાલના પૂજા માટે કોલકાતા ગયો હતો. જે પછી તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

બાંગ્લાદેશના bangladesh cricket સ્ટાર ઑલરાઉન્ડર શાકિબલ-અલ-હસને કોલકાતામાં (shakib) કાલી માતાની પૂજા કર્યા બાદ માફી માંગી લીધી હતી. તેણે યૂટ્યૂબ પર પોતાની ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં તેણે ગત અઠવાડિયે પૂજા કરવાને લઇને માફી માંગી હતી. બાંગ્લાદેશના જ એક વ્યક્તિએ તેને ફેસબુક પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર વિરોધના કારણે શાકિબ દવાબમાં હતો અને તેણે મંગળવારના માફી માંગી લીધી હતી.

મોહસીન નામના 25 વર્ષિય વ્યક્તિએ ફેસબુક પર એક વીડિયો મૂક્યો હતો, જેમાં બાંગ્લાદેશી ઓલરાઉન્ડરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોહસીને શાકિબ કાલી પૂજામાં ગયો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ફિક્સિંગના કારણે પ્રતિબંધ ભોગવી ચુકેલો શાકિબ ગત અઠવાડિયે ગુરૂવારના કોલકાતા પહોંચ્યો હતો, જ્યાં બેલીઘાટમાં તેણે મા કાલીની પૂજા કરી હતી.

શાકિબના (shakib)બાંગ્લાદેશ bangladesh cricket પરત ફર્યા બાદ સિલહટ શહેરના મોહસિન તાલુકદારે ફેસબુક લાઇવમાં કહ્યું કે, આ ક્રિકેટરે મુસ્લિમોનું અપમાન કર્યું છે. તેણે સાથે જ કહ્યું કે, જો શાકિબને મારવા માટે તેણે સિલહટથી ઢાકા જવું પડે તો તે જશે.જોકે આ મામલે શાકિબે માફી માંગી હતી, છતાં તેની ગંભીરતાને કારણે તેને સુરક્ષા આપવામાં આવી હતી.

શાકિબે (shakib) માફી માંગી હતી અને કહ્યુ હતુ કે તે ફક્ત થોડા સમય માટે જ આ કાર્યક્રમમાં સામેલ હતો અને તેણે પંડાલનું ઉદ્ઘાટન કર્યું નથી. હું ફરી એ જગ્યા (કોલકાતા)એ જવા નહીં ઇચ્છુ. જો તમને લાગે છે કે આ તમારી વિરુદ્ધ છે, તો હું માફી માંગુ છું. હું પ્રયત્ન કરીશ કે આ ફરીવાર ના થાય. સોશિયલ મીડિયા પર વાતો ચાલી રહી છે કે હું સમારંભમાં હાજરી આપવા માટે ગયો હતો, પરંતુ તેવું નથી. મે કોઈ પૂજા નથી કરી. એક જાગૃત મુસ્લિમ હોવાના નાતે હું આવું નહીં કરું. જો મારાથી કોઈ ભૂલ થઈ છે તો હું માફી માંગુ છું.”

આ મામલો સામે આવ્યા બાદ અને યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા વીડિયોને ડિલીટ કરવામાં આવ્યો હતો. બુધવારે 18 નવેમ્બર, રૈપિડ એક્શન ફોર્સે રોનશી ગામમાંથી મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here