‘હિન્દુત્વ એક જૂઠ્ઠાણાં પર રચાયું છે’, અસદુદ્દીન ઓવૈસીએ વિવાદાસ્પદ ટ્વીટ કરી

0
125

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વધુ એકવાર હિન્દુત્વ પર શાબ્દિક હુમલો કર્યો હતો. એણે ટ્વીટર પર લખ્યું હતું કે હિન્દુત્વ એક એવા જૂઠ્ઠાણા પર રચાયું છે કે તમામ પોલિટિકલ સત્તા એક ચોક્કસ સમુદાય પાસે હોવી જોઇએ.

તેમણે ટ્વીટ કરી કે હિન્દુત્વ એવા જૂઠાણાં પર રચાયેલું છે કે તમામ પોલિટિકલ પાવર્સ ફક્ત એક સમુદાય પાસે જોવો જોઇએ. એમાં મુસ્લિમોને ક્યાંય સ્થાન નથી. એ લોકો દ્રઢપણે માને છે કે મુસ્લિમોને રાજકીય અધિકાર ન હોવા જોઇએ. પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં મુસ્લિમોની હાજરી એક રીતે જોતાં હિન્દુત્વ સામે આપણે મેળવેલું રક્ષણ છે.

ઓવૈસીએ લખ્યું કે જો મુસ્લિમો ધારાસભા અને સંસદની બહાર નીકળી જાય તો સૌથી વધુ આનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થશે. ઓવૈસીએ ભારપૂર્વક  નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનો અમલ શરૂ થશે એ સાથે અમારા તરફથી એના વિરોધનો પણ જોરદાર આરંભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here