હિંદુ પંચાંગ:માગશર મહિનાને શ્રીકૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે, આ મહિનામાં કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો

0
66
  • માગશર મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવાની અને મથુરા-વૃંદાવનમાં તીર્થ દર્શન કરવાની પરંપરા છે

હિંદુ પંચાંગનો નવમો મહિનો માગશર 15 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. આ મહિનામાં શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મના જણાવ્યાં પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે, બધા મહિનામાં માગશર મહિનો મારું જ સ્વરૂપ છે. આ કારણે આ મહિનામાં શ્રીકૃષ્ણની અને તેમના અવતારોની પૂજા કરવાની પરંપરા છે.

આ મહિનામાં નદીમાં સ્નાન કરવાની પરંપરા છેઃ-
મંગળવાર, 15 ડિસેમ્બરથી બુધવાર, 13 જાન્યુઆરી સુધી આ મહિનો રહેશે. માગશર મહિનામાં કરેલાં ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મહિનામાં નદી સ્નાન અને દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ છે. શ્રીકૃષ્ણને જ્યારે ગોપીઓ પ્રાપ્ત કરવા માટે ધ્યાન લગાવી રહી હતી, ત્યારે શ્રીકૃષ્ણએ માગશર મહિનાનું મહત્ત્વ જણાવ્યું હતું. ભગવાને કહ્યું કે, મારશર મહિનામાં યમુના સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકાય છે. ત્યારથી જ આ મહિનામાં યમુના અને અન્ય નદીઓમાં સ્નાન કરવાની પરંપરા ચાલી રહી છે.

શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલની પૂજા કરોઃ-
આ મહિનામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બોળ ગોપાલની વિશેષ પૂજા રોજ કરો. પૂજામાં રોજ સવારે ભગવાનને સ્નાન કરાવો. દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. તુલસી સાથે ભોગ ધરાવો. પીળા વસ્ત્ર અર્પણ કરો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. શ્રીકૃષ્ણના જન્મ સ્થળ મથુરાની યાત્રા કરવાની પરંપરા પણ છે. મથુરા પાસે જ ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન પર્વતની પણ યાત્રા કરી શકાય છે. મથુરામાં યમુના નદીમાં સ્નાન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here