હાથરસ પહોંચેલા સંજય સિંહ પર ફેંકાઈ સ્યાહી, AAPએ કહ્યું- આ જ સ્યાહીથી લખાશે કાળો ઇતિહાસ

  0
  105

  હાથરસ કાંડને લઇને સતત રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન પીડિત પરિવારને મળવા પહોંચેલા રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના યૂપી પ્રભારી સંજય સિંહ પર સ્યાહી ફેંકવામાં આવી છે. ત્યારબાદ ત્યાં હાજર આપ કાર્યકર્તાઓએ યોગી સરકારની વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી. આને લઇને દિલ્હીના સીએમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે. જાણકારી પ્રમાણે સંજય સિંહની સાથે ધારાસભ્ય રાખી બિડવાલ પણ ઘટનાસ્થળે હતી.

  યોગી સરકાર આરોપીઓને બચાવવામાં લાગી છે

  કહેવામાં આવી રહ્યું છે કે હિંદુવાદી સંગઠનથી જોડાયેલા દીપક શર્માએ સ્યાહી ફેંકી છે. પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે યૂપીની યોગી સરકાર આરોપીઓને બચાવવામાં લાગી છે. તેમણે એ પણ કહ્યું કે પોતાનો જીવ ગુમાવતા પહેલા હાથરસની ‘ગુડિયા’એ હવસખોરોનું નામ જણાવ્યું હતુ, તે લોકો પર કાર્યવાહી થવી જોઇએ. સંજય સિંહે જણાવ્યું કે બીજેપી હાથરસના ડીએમ પર કાર્યવાહી નથી કરી રહી, કેમકે તેમની પાસે મુખ્યમંત્રીની પોલ છે, તેમને હટાવવામાં આવશે તો સીએમની પોલ ખુલી જશે.

  આ જ સ્યાહીથી કાળો ઇતિહાસ લખવામાં આવશે

  આ સાથે તેમણે કહ્યું કે, સીબીઆઈ તપાસ પણ બીજેપીનું મોં ફાટ્યું નિવેદન છે, સીબીઆઈએ હજુ કેસ ટેકઑવર નથી કર્યો. આમ આદમી પાર્ટીના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી પણ ટ્વીટ કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટ્વીટમાં લખવાં આવ્યું હતુ, ‘પીડિત પરિવારને સાંત્વના આપવા પહોંચેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ જી પર સ્યાહી ફેંકાવીને ભાજપાએ આજે પોતાની કાળી બાજુ ઉઘાડી કરી છે. સંજય સિંહ જી પર જે સ્યાહી ફેંકવામાં આવી છે તે જ સ્યાહીથી કાળા કારનામાઓનો કાળો ઇતિહાસ લખવામાં આવશે.’

  કેજરીવાલે પણ કર્યું ટ્વીટ

  બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, “સંજય જી UP સરકારના અન્યાય અને અત્યાચારની વિરુદ્ધ તમે નિડર થઈને બોલતા રહ્યા છો.’ કેજરીવાલે લખ્યું કે, સરકારે તમારા (સંજય સિંહ) પર 14 FIR નોંધી, ઑફિસ સીલ કરી, પરંતુ તમારી ધરપકડ કરવાની હિંમત ના કરી શક્યા તો આજે હુમલો કરાવી દીધો. આ UP સરકારમાં બેઠેલા લોકોનો પરાજય અને શરમજનક હરકત દેખાડે છે. આનો મતલબ કે તમે સાચા રસ્તે છો.’

  પીડિતા સાથે થયો હતો રેપ!

  સંજય સિંહે કહ્યું કે, “અહીં કોઈ પણ વ્યક્તિને આવવા નથી દઈ રહ્યા. સૌને ડંડાથી મારી રહ્યા છે. યોગી જી શું કહેવા ઇચ્છે છે, તેઓ પોતાને ચોકીદાર કહેતા હતા. આપ નેતાએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશની સરકાર આરોપીઓને બચાવવામાં લાગી છે. 22 સપ્ટેમ્બરના રિપોર્ટમાં જુઓ જેમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે દીકરીનો રેપ થયો છે.”

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here