હાથરસ ગેંગરેપની ઘટનાને લઇ ઉત્તરપ્રદેશ પોલીસ પર ફરી એકવખત પ્રશ્ન ઉઠી રહ્યા છે. ઘટના પછી પણ મૌન સાંધનાર હાથરસ પોલીસે પીડિતાના મોત બાદ કહ્યું કે તેનો રેપ થયો નહોતો. હવે એસપી એ નિવેદન આપ્યું કે રિપોર્ટમાં જબરદસ્તી રેપ કર્યાની પુષ્ટિ થઇ નથી. તેમણે કહ્યું કે તે લોકો ફોરેન્સિક તપાસ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.
હાથરસના એસપી એ કહ્યું કે પીડિતાને અલીગઢની જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજમાં દાખલ કરાઇ હતી. ત્યાંના મેડિકલ રિપોર્ટમાં પીડિતાના શરીર પર ઇજાના નિશાનનો ઉલ્લેખ કર્યો છે પરંતુ જરબદસ્તી સેક્સુઅલ ઇંટરકોર્સની પુષ્ટિ થઇ નથી.
ફોરેન્સિક તપાસ રિપોર્ટની રાહ જોવાય રહી છે
એસપી વિક્રાંત વીરે કહ્યું કે તે લોકો હવે ફોરેન્સિક તપાસ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. અત્યાર સુધી ડૉકટર્સનું કહેવું છે કે તેઓ બળાત્કારની પુષ્ટિ કરી શકતા નથી. જ્યારે તેમને એફએસએલ રિપોર્ટ મળશે ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરાશે.
SIT કરી રહ્યું છે તપાસ
એસપીએ કહ્યું કે એસઆઇટીની ટીમ ગઇકાલે આવી હતી. તેમણે ગામમાં પીડિતાના પરિવારની સાથે મુલાકાત કરી હતી. તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ટીમ અત્યારે ગામમાં છે અને પરિવારને મળી રહ્યા છે અને આગળની તપાસ કરી રહ્યા છે.
15 દિવસ સુધી ગેંગરેપ પર કેમ પોલીસ મૌન રહી?
14 સપ્ટેમ્બરના રોજ પીડિતાની માતા અને નાનો ભાઇ ખેતરમાં ગયા હતા. ભાઇ ચારો લઇને પાછો આવ્યો. માતા અને બહેનો ખેતરોમાં વધુ ચારો કાપી રહ્યા હતા. માતા અને દીકરીમાં થોડાંક મીટરનું અંતર હતું. પહેલેથી તાકમાં બેઠેલા આરોપીઓએ બાળકીના ગળામાં પડેલા દુપટ્ટાને ખેંચ્યો અને તેના ગળામાંથી અવાજ નીકળી શક્યો નહીં. તેના પર દુષ્કર્મ આચર્યું અને ફેંકીને જતા રહ્યા. ત્યારથી મીડિયામાં સતત ગેંગરેપના સમાચાર છપાતા રહ્યા પરંતુ પોલીસે તેનું ખંડન કર્યું નથી.
મોત બાદ બોલ્યા રેપ નથી, અને હવે…
ઘટનાના નવ દિવસ બાદ પીડિતા હોસ્પિટલમાં ભાનમાં આવી. પંદર દિવસ બાદ તેનું મોત થઇ ગયું. મોત બાદ રાજકારણ ગરમાયું તો પોલીસે કહ્યું કે છોકરીની સાથે દુષ્કર્મ થયાની પુષ્ટિ થઇ નથી. પોલીસની કાર્યપ્રણાલીને લઇ વિવાદ વધ્યો. હવે એસપી કહી રહ્યા છે કે છોકરીની સાથે જબરદસ્તી દુષ્કર્મની પુષ્ટિ નથી. હાલ આ લોકો ફોરેન્સિક તપાસ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.