હાથરસ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો: પીડિત પરિવારની સાથે ભાભા બની રહેતી યુવતીનો ભાંડો ફૂટ્યો

0
150

ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે પીડિતાના ગામમાં નકલી સંબંધીઓએ જમાવડો કર્યો છે. પોતાને સંબંધી ગણવીને રહેતી મહિલા પીડિત પરિવાર સાથે જોવા મળી છે.

એસઆઇટીની તપાસમાં મહિલા 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી પીડિતાના ઘરે રહી કાવતરુ ઘડી રહીં હતી. આ પહેલા પોલીસે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે આ કેસમાં ફંડિગ મામલામાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) અને ભીમ આર્મીની લિંક પણ મળી છે.

કથિત સંબંધી પરિવારને ભ્રમિત કરી રહી હતી
પોલીસે દાવો કર્યો છે કે તે મહિલા પીડિત પરિવારને ભ્રમિત કરી રહી હતી. પોલીસને મતે કહેવાતી કથિત સંબંધી ડૉકટર રાજકુમારી પીડિત પરિવારને ભ્રમિત કરતી જોવા મળી હતી. માત્ર દલિત હોવાના નામેત પરિવારના લોકોને વિશ્વાસમાં સાંકળી તે પીડિત પરિવાર સાથે રહેતી હતી. મહિલા ઘૂંઘટ તાણીને પોલીસ અને એસાઇટી સાથે વાતચીત કરી રહીં હતી. પીડિતાની ભાભી બનીને રહેતી મહિલાની કોલ ડિટેલમાં ઘણી ચૌંકાવનારી વાત સામે આવી છે.

ભાંડો ફૂટતા રફુચક્કર
આ મહિલા જબલપુર મેડિકલ કોલેજમાં પોતાને પ્રોફેસર ગણાવતી હતી. કોઇ પણ રાજકીય નેતા કે સામાજિક ડેલિગેશન પીડિતાના પરિવારની મુલાકાતે આવતા તો મહિલા ત્યાં હાજર રહેતી. પોલીસના મતે આ બની બેઠેલી સંબંધિ પીડિતાના પરિવારજનોને સતત ગાઈડ કરી હતી. જોકે, સ્થાનિક તંત્રએ સીસીટીવી કેમેરા લગાવ્યા તો આ મહિલા ચુપચાપ ઘરની ચાલી ગઈ.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here