હાથરસ કાંડના પ્રદર્શનમાં સ્વરા ભાસ્કર ભાન ભુલી, પીડિતાના ફોટાને લઈ કરી ગંભીર ભુલ

  0
  132

  હાથરસ ગેંગરેપ પીડિતાને લઈને બરાબરનું ભોપાળુ વાળવું બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને કોંગ્રેસના નેતા દિગિજય સિંહને ભારે પડ્યું છે. સ્વરા અને દિગ્વિજય સિંહે હાથરસની પીડિતાના ફોટો જાહેર કરી દીધા હતાં. આ મામલે રાષ્ટ્રીય મહિલા પંચે સ્વયંમ સંજ્ઞાન લઈને નોટિસ પાઠવી છે અને જવાબ માંગ્યો છે.

  નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રદર્શન દરમિયાન હાથરસ પીડિતાની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ પ્રમાણે  દુષ્કર્મ પીડિતાની કોઈ પણ પ્રકારની ઓળખ મીડિયામાં જાહેર કરી શકાય નહીં. હાથરસ કેસમાં સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

  અભિનેત્રી સ્વરા ભાસ્કર, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને ભાજપના નેતા અમિત માલવિયને રાષ્ટ્રીય મહિલા પંચે ફટકારેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ લોકો પીડિતાની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તુરંત હટાવે અને નિયમોનું ઉલ્લંઘન કરવા પર સંતોષકારક જવાબ આપે.

  ઉલ્લેખનીય છે કે, 14 સપ્ટેમ્બરે એક દલિત યુવતી સાથે ચાર લોકોએ કથિત દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. આરોપીઓએ પીડિતાના ગરદનનું અને હાથ પગના હાડકા ભાંગી નાખ્યાં હતાં. પીડિતાને નાજુક સ્થિતિમાં દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. 15 દિવસ અસહ્ય પીડા વેઠ્યા બાદ પીડિતાએ દમ તોડ્યો હતો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here