હાઇ-વે પર રસ્તો ઓળંગતા શ્રમજીવીનું વાહનની અડફેટે મોત

0
95

રાત્રે મિત્રને મુકીને પાછા ફરતી વેળા હાઇ-વે પર જીવલેણ અકસ્માત

નેશનલ હાઇવે આજવા ચોકડી પાસે રાત્રે નવ વાગ્યે રસ્તો ઓળંગતા શ્રમજીવીને અજાણ્યા વાહને અડફેટે લેતા સારવાર દરમિયાન  તેનુ મોત નીપજ્યુ છે. 

સયાજીપુરા ગામ સપના કોલોનીમાં રહેતા રમેશભાઇ મનુભાઇ તડવી (ઉ.વ.૪૨) થ્રી વ્હીલ ટેમ્પો ચલાવે છે. ગઇકાલે તેનો મિત્ર દિલીપભાઇ દાહોદથી આવ્યો હતો  રાત્રે સાડા આઠ વાગ્યે તે મિત્રને વાહનમાં બેસાડવા માટે હાઇવે પર  આજવા ચોકડી પાસે ગયો હતો.   મિત્રને દાહોદ જવાના વાહનમાં બેસાડીને રમેશભાઇ પરત આવતા હતા. રસ્તો ઓળંગતા સમયે અજાણ્યા વાહને રમેશભાઇને અડફેટે લેતા તેમને માથા પર તેમજ હાથે પગે ગંભીર ઇજા પહોંચી હતી.  સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા બાપોદ પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here