હવે મોબાઈલનું બિલ વધારે આપવા માટે રહેજો તૈયાર, આ રિપોર્ટે વધાર્યું ગ્રાહકોનું ટેન્શન

0
154

તાજેતરમાં જાહેર થયેલાં એક રિપોર્ટે ટેલિકોમ યુઝર્સની ચિંતામાં વધારો કરી દીધો છે. કેમ કે, હવે મોબાઈલ ફોનનું બિલ વધવાની સંભાવના છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેરિફમાં વધારો સહિત અન્ય ચાર્જ દ્વારા ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની ARPU – એવરેજ રેવન્યૂ પર યુઝરમાં વધારો જોવા મળ્યો છે. ARPU દ્વારા ટેલિકોમ કંપનીઓ દર મહિને ગ્રાહકોથી પ્રાપ્ત થતાં રેવન્યૂનો પતો લગાવે છે.

જેએમ ફાયનાન્શિયલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં એકીકરણ પૂરૂ થઈ ચૂક્યું છે. પણ વર્ષ 2024-25માં વાયરલેસ ઈન્ડસ્ટ્રીની રેવન્યૂમાં લગભગ બમણો વધારો થઈને 2 લાખ 60 હજાર પર પહોંચવાનું અનુમાન છે. ARPUમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના હોવાનું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 2025 સુધી વાયરલેસ ઈન્ડસ્ટ્રીનું રેવન્યૂ લગભગ 2600 અરબ રૂપિયા સુધી પહોંચશે તેવું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, ARPU વધવાની સંભાવના એટલા માટે વધારે છે, કેમ કે ઈન્ડસ્ટ્રીમાં આગામી દિવસોમાં રોકાણ વધવાનું છે. વર્ષ 2025 સુધી ARPU વધીને લગભગ 230-250 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, VIL માટે જરૂરી છે કે, વિત્ત વર્ષ 2023 સુધી ARPU વધીને 190થી 200 રૂપિયા સુધી પહોંચી શકે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, નજીકના ભવિષ્યમાં બજારની પ્રતિસ્પર્ધાને જોતાં ટેરિફમાં વધારાની અનિશ્ચિતતા યથાવત છે. પણ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રેગ્યુલેટરીની દખલની આશા કરવામાં આવી શકે છે. આ ઈન્ડસ્ટ્રીના મૂડી ખર્ચની એક સાયકલ હવે પૂરી થઈ ચૂકી છે તેવો પણ દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here