પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel)ના કુદકે ને ભુસકે વધી રહેલા ભાવ વચ્ચે મોદી સરકાર (Modi Government) ઈંધણ (Fuel)નો એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ લાવવા જઈ રહી છે. કેન્દ્રીય વાહન વ્યવહાર અને પરિવહન મંત્રી (Road Transport & Highways Minister)નીતિન ગડકરી (Nitin Gadkari) એ આ અંગે માહિતી આપી હતી.
નીતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું હતું કે, પરિવહન મંત્રાલય એક ફ્લેક્સી એન્જીન વિકલ્પ (Flexi Engine option)યોજના પર કામ કરી રહી છે, જેથી મુસાફરો પોતાના મનપસંદ ઇંધણ (Fuel) વિકલ્પની પસંદગી કરી શકશે. પરિવહન મંત્રીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગ્રાહકો કાર ચલાવવા માટે પેટ્રોલ અથવા ઇથેલોન (Ethanol)માંથી પોતાની મરજી પ્રમાણે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકશે.
ગડકરી (Nitin Gadkari)એ ઇથેનોલ (Ethanol) બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શેરડીમાંથી ઇથેનોલ બનાવાની ખૂબ જ સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં જ નિતિન ગડકરીએ ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રી (Automobile Industry) ને શક્ય તેટલી તમામ મદદ કરવાનો વાયદો કર્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વૈકલ્પિક ઇંધણ વ્યવસ્થાને વધારવા માટે મોટાપાયે ભરતમાં ફ્લેક્સ-ફ્યૂલ એન્જીન (Flexi Engine) શરૂ કરીને ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ઓટોમેકર્સને પોતાને ફ્યૂલ પંપ (Fuel Pump) સ્થાપિત કરવાની પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે. આ માટે શરત માત્ર એટલી છે કે, ગ્રીન ફ્યૂલ (Green Fuel) પણ રાખો.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કાર બનાવતી કંપનીઓ સરળતાથી બ્રાઝીલ, અમેરિકા અને કેનેડાના બરાબર ફ્લેક્સ એન્જીન બનાવી શકે છે. નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ભારતને ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીનું હબ બનાવવા અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે ક્રૂડ ઓઇલ આયાતમાં 7 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.