હવે ઘર બેઠા કમાઈ શકશો પાણીમાંથી પૈસા, અમેરિકી શેર બજારે અપનાવ્યો આ આઈડિયા

0
50

દુનિયાના મોટા ભાગના ભુભાગ પર આવનાર સમયમાં પીવાના પાણી (Drinking Water)ની સમસ્યા એક ગંભીર સમસ્યા બની શકે છે તેવા અનેક રિપોર્ટ (Report) પણ સામે આવી ચુક્યા છે. લોકોને પાણીનું મુલ્ય સમજાવવા અને પાણીનો થતો બગાડ અટકાવવા માટે વોલસ્ટ્રીટે (Wall Street) એકરીતે બીડુ ઝડપ્યું છે.

વોલસ્ટ્રીટે (Wall Street) હવે સોના-ચાંદી (Gold-Silver) , ઓઇલ (Oil), કોમોડિટી (Commodity) ની સાથો સાથ પાણીના વાયદાના વેપાર પણ શરૂ કર્યા છે. ગત સોમવારે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (Chicago mercantile Exchange) ખાતે જ્યારે આ વાયદો શરૂ થયાના સપ્તાહમાં જ 1.1 અબજ ડોલરના સોદા થયા હતા.

અમેરિકન બજારો શેરબજાર, કોમોડિટીઝ ઉપરાંત ભૂંડ સહિતના લાઇવ કેટલ ટ્રેડિંગના વાયદાઓ ચલાવવા માટે પણ પ્રખ્યાત છે. હવે માર્કેટ હવે ખેડૂતો, હેજ ફંડોને અમેરિકન વેસ્ટમાં પાણીનું મુલ્ય અને ભવિષ્યમાં પાણીના ભાવ નક્કી કરવાની પણ તક આપશે. આ સિસ્ટમની જાહેરાત તો સપ્ટેમ્બરમાં થઇ હતી, પરંતુ ટ્રેડિંગ હમણાં શરૂ થયું છે.

કેલિફોર્નિયા અને તેની આસપાસના વિસ્તારમાં પાણીની ભારે અછત, અવારનવાર દુષ્કાળની સ્થિતિ, જંગલમાં આગ જેવા વારંવાર ક્લાઇમેટ ચેન્જને કારણે આ વાયદો શરૂ કરીને પાણી બચાવવાનો અને યોગ્ય કિંમતનો ઉપાય શોધવાના ભાગરૂપે આ ટ્રેડિંગ શરૂ કરાયું છે. ખાસ કરીને ખેડૂતો અને મ્યુનિસિપાલિટીઓ માટે પાણીના ભાવમુદ્દે ચાલતી અનિશ્ચિતતાનો અંત આણવા માટે નવું માર્કેટ મદદ કરશે એવો પણ દાવો કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here