હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતીઓ થઈ જજો સાવધાન, હજુ વધુ ઠંડીનો ચમકારો ક્યારથી વર્તાશે?

0
99

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ઠંડીનો ચમકારો લોકો પર રીતસરનો દેખાઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજના સમયે હવે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. 4 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો ગગડ્યો છે અને તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. જેના કારણે હવામાને આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ઠંડીનું હજુ પણ પ્રમાણ વધશે. કચ્છના નલિય, કંડલામાં કોલ્ડવેવની આગાહી કરી છે.

અમદાવાદમાં ઠંડી વધવાની સાથે અમદાવાદના રિવરફ્રંટ પર મોર્નિંગ વોક, જોગીંગ અને સાયકલિંગ કરવા માટે લોકો લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ છે. આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. જોકે, લઘુતમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું છે અને હવે તાપમાનમાં ઘટાડો નોંધાશે.

15 નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે તાપમાન ઘટે છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાઠ થિજાવતી ઠંડી પડશે. શિયાળાની પહેલી બરફવર્ષાના પગલે ગુલમર્ગ, કુલ્લુ, મનાલી, સિમલા, કેદારનાથ, બદ્રીનાથ વગેરે સ્થળોએ બરફની જાણે વિશાળકાય ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here