– રણધીર કપૂર લવસ્ટોરી પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન કરશે
બોલીવૂડના શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરે આરકે સ્ટુડિયોનીસ્થાપના કરી હતી. થોડા સમય પહેલા એક ભયાનક આગમાં આરકે સ્ટુડિયોને ભારી નુકસાન થયું હતું આ પછી આ જગ્યાને ગોદરેજ પ્રોપર્ટીને વેંચી દેવામાં આવી હતી. હવે રણધીર કપૂરના અનુસાર આર કે બેનરને ફરી જીવંત કરવામાં આવશે. તેમજ આ બેનર હેઠળ બનનારી ફિલ્મનું દિગ્દર્શન રણધીર કપૂર કરશે.
રિશી કપૂર જીવતા હતા ત્યારથી રણધીર, રિશી અને રાજીવ કપૂર આર કે બેનર હેઠળ ફિલ્મો બનાવામાં માગતા હતા.
સાલ ૨૦૧૨માં ચર્ચા પણ હતી કે, આર કે બેનર દ્વારા શ્રીરામ રાઘવન દિગ્દર્શિત ફિલ્મ બનાવામાં આવશે અને રણબીર કપૂર તેમાં મુખ્ય પાત્ર ભજવશે. પરંતુ આ પ્લાન આગળ વધ્યો નહોતો. પરંતુ હવે રણધીરે કન્ફર્મ કર્યું છે કે પોતે એક લવ સ્ટોરી બનાવી રહ્યા છે અને તેના દિગ્દર્શક પણ તેઓ જ હશે.
જોકે રણધીર કપૂરે વિનમ્રતાથી ફિલ્મની સ્ટાર કાસ્ટ જણાવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ સાથેસાથે એમ પણ કહ્યું હતું કે, તેમના મગજમાં ઘણા કલાકારોના નામ છે.
આર કે બેનર હેઠળ ભૂતકાળમાં જીસ દેશ મેં ગંગા બહેતી હૈ, મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ, પ્રેમમ રોહ, રામ તેલી ગંગા મૈલી જેવી અનેક ફિલ્મો બની છે.