સ્વેચ્છા-મૃત્યુની માગણી દરેક દેશમાં વધતી કેમ જાય છેે ?

  0
  138

  મહાભારતમાં એક સાવ નાનકડો પણ સૂચક પ્રસંગ છે. કુરુક્ષેત્રના યુદ્ધની પૂર્વસંધ્યાએ જયદ્રથ પોતાના તપસ્વી પિતા પાસે જઇને ઇચ્છામૃત્યુની માગણી કરે છે. 

  એ વરદાન આપવા માટે પોતે અસમર્થ છે એવું કહીને પિતા એને પાછો વાળે છે. બીજી બાજુ દેવવ્રત ભીષ્મ (ભીષ્મ પિતામહ) સ્વેચ્છા મૃત્યુને વરેલા છે એટલે રુંવે રુંવે બાણ વાગ્યા હોવા છતાં મકર સંક્રાન્તિ સુધી પોતાના મૃત્યુને લંબાવે છે.

  ગયા સપ્તાહે ન્યૂ ઝીલેન્ડમાં થયેલા એક સર્વેમાં ૬૫ ટકાથી વધુ લોકોએ યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ)ની ફેવર કરી. એક તરફ દુનિયાભરના દેશોને કોરોના મહામારી સતાવી રહી છે ત્યારે બીજી બાજુ એવા પણ થોડાક રોગો માનવજાતને ભીંસી રહ્યા છે જે અસાધ્ય ગણાય છે. ૧૮૧૦માં હોમિયોપથીના શોધક મનાતા ડૉક્ટર સેમ્યુઅલ હેનીમને એલોપથી શબ્દ અને એ પ્રકારની સારવાર પદ્ધતિનો અમલ શરુ કર્યો એ પછી છેલ્લાં અઢીસો ત્રણસો વર્ષમાં મેડિકલ સાયન્સે ગજબની પ્રગતિ સાધી છે. દિવસે દિવસે નવી નવી દવાઓ શોધાતી જાય છે. જો કે સાથોસાથ નવી નવી બીમારી પણ અસ્તિત્ત્વમાં આવી રહી છે.

  તબીબી જગતમાં કેટલીક એવી બીમારી છે જેની સચોટ સારવાર કે રામબાણ ઔષધિઓ આજ સુધી શોધાઇ નથી. એવી બીમારીઓ અસાધ્ય કે દુ:સાધ્ય ગણાય છે. 

  એવા કિસ્સામાં એક તરફ દર્દી રિબાયા કરે અને બીજી બાજુ દર્દી સ્વજનો પીડાયા કરે. એવા સંજોગોમાં દર્દીના કુટુંબીજનો ઇચ્છામૃત્યુની માગણી કરે એ સ્વાભાવિક ગણાય. હવે તો ભારતમાં પણ પેસિવ યુથેનેશિયા કાયદેસર ગણાય છે. 

  ૨૦૧૮ના માર્ચથી દેશમાં પેસિવ યુથેનેશિયા સ્વીકાર્ય છે. પેસિવ યુથેનેશિયાનો સરળ ભાષામાં અર્થ એટલો કે દર્દીને જીવતો રાખવા જે લાઇફ સેવિંગ મશીન વગેરે ગોઠવ્યાં હોય એ ખસેડી લેવા. એક્ટિવ યુથેનેશિયામાં દર્દીને ઝેરનું ઇંજેક્શન આપીને વિદાય અપાય છે.

  દુનિયાના ઘણા દેશો હવે આ પ્રકારના ઇચ્છામૃત્યુને સ્વીકારે છે. જેનો કોઇ ઉપાય જ નથી એવા વ્યાધિમાં વ્યક્તિને શાંતિપૂર્ણ વિદાય આપવા જેવું પુણ્યકાર્ય બીજું કયું હોઇ શકે ? આમ તો સ્વેચ્છાએ મરણને કોઇ સ્વીકારતું નથી. 

  ઓશો એટલે જ કહેતા મૈં મૃત્યુ સીખાતા હું… આત્મહત્યા તદ્દન જુદો વિષય છે. સ્વેચ્છામૃત્યુ જુદો વિષય છે. ભગવદ્ ગીતામાં તો જાતસ્ય હિ ધુ્રવો મૃત્યુ: એમ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. જન્મ્યા એટલા જાવાના. 

  થોડા સમય અગાઉ વ્હૉટ્સ એપ પર એક વિડિયો ક્લીપ આવેલી. યૂરોપના કોઇ દેશમાં પ્રયોગ થયો હતો. સંશોધકો જાણવા માગતા હતા કે પ્રાણપંખેરું ઊડી જાય ત્યારે શરીરમાંથી આત્મા કેવી રીતે અને ક્યાંથી બહાર નીકળે છે ? ગમે તે ઘડીએ મરણ પામે એવી એક વ્યક્તિને કાચની પેટીમાં સુવડાવીને કોમ્પ્યુટરના સેન્સર્સ એેના શરીર સાથે જોડી રાખ્યા હતા. જેવી પેલી વ્યક્તિ મૃત્યુ પામી કે તરત કાચની પેટી તૂટી ગઇ અને એમાંથી અદ્રશ્ય પ્રાણશક્તિ કે આત્મા બહાર નીકળ્યો. ઓરડાનો દરવાજો ઊઘડતો જોઇ શકાયો. વિજ્ઞાાનીઓ સ્તબ્ધ થઇને જોઇ રહ્યા.

  વાત યુથેનેશિયાની કરીએ છીએ. યુથેનેશિયાનો વિરોધ કરનારો વર્ગ કહે છે કે માણસને મૃત્યુ આપવાનો અધિકાર આપણને નથી. તો શું કરવું ? દર્દીને રિબાવા દેવો ? મરીઝનો એક સરસ શૅર છે- ‘મોત વખતની આ અય્યાશી નથી ગમતી મને મરીઝ, હું પથારી પર રહું ને ઘર આખું જાગ્યા કરે…’ મૂળ આ મુદ્દો સામાન્ય સૂઝબૂઝનો છે. એમાં નીતિમત્તા કે કાયદો વચ્ચે આવે નહીં.  જે પરિવાર પર વીતતી હોય એને સમજાય કે યુથેનેશિયા શા માટે સ્વીકાર્ય હોવો જોઇએ. 

  હવે તો દુનિયાના મોટાભાગના દેશો આ વિચાર સાથે સંમત થાય છે કે જેને સારવાર દ્વારા ઊગારી શકાય તેમ નથી એને શાંતિપૂર્ણ  વિદાય તો આપી શકાય.

   ન્યૂ ઝીલેન્ડમાં જો કે ચર્ચ અને સેલ્વેશન આર્મીએ યુથેનેશિયાનો વિરોધ કર્યો છે પરંતુ ૬૫.૨ ટકા લોકોની માગણી એટલે બહુમતીની માગણી ગણાય. ન્યૂ ઝીલેન્ડની સરકાર આ માગણી સ્વીકારી લે તો નવાઇ નહીં. જ

  ટુ ધ પોઇન્ટ- અજિત પોપટ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here