સ્મિથે કર્યો ખુલાસો, કહ્યું કે – મને એવા ચક્કર આવતા હતા લાગતુ હતુ કે હવે મેદાનમાં…

0
93

ક્યોરક ક્યારેક મેચ રમતી વખતે ખેલાડીઓની તબીયત એટલી ખરાબ થઇ જાય છે કે તેમના માટે એ નિર્ણય લેવો મુશ્કેલ થઇ જાય છે કે તેઓ મેદાનમાં મેચ રમે કે પછી અધુરી મેચ છોડીદે. ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેન સ્ટીવ સ્મિથે (steve smiths )ખુલાસો કર્યો કે ભારત સામેની બીજી વન ડે પહેલા તેને ચક્કર આવી (વર્ટિગો) રહ્યા હતા, આંખે અંધારા આવતા હતા અને મેચમાં તેને રમવાની ખાતરી નહોતી, જેમાં તેણે શાનદાર સદી ફટકારી હતી.

સ્મિથે (steve smiths )64 બોલમાં 104 રન બનાવ્યા, ઓસ્ટ્રેલિયાએ રવિવારે બીજી વનડેમાં ચાર વિકેટે 389 રન બનાવ્યા અને ભારતને 51 રનથી પરાજિત કર્યા બાદ અણનમ લીડ મેળવવા માટે વનડે સિરીઝમાં 2-0થી વિજય મેળવ્યો.

જોકે, પૂર્વ કેપ્ટને (steve smiths )કહ્યું કે તેને થોડા સમય માટે ક્રીઝમાં સારૂ લાગતુ ન હતુ. સ્મિથે (steve smiths ) પોતાનો સતત ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ મેળવ્યા બાદ કહ્યું હતું કે ‘મને ખબર નહોતી કે હું આજે રમીશ. મને સવારે ખૂબ ચક્કર આવવા લાગ્યાં હતાં અને મને ઘણી તકલીફ થઈ રહી હતી. ‘

સ્મિથે કહ્યું કે ટીમના ડૉક્ટર લેગ ગોલ્ડિંગે તેની સારવાર કરીને રાહત આપી, જેના માટે તેણે તેના માથા માટે ઘણી હિલચાલ કરી, જે વર્ટીગો ચક્કર આવે તેવા કેસમાં કરવામાં આવે છે. ડોક્ટરોએ સ્મિથને સતત માથુ ફેરવવાની એક્સર સાઇઝ આપી. આ પ્રક્રિયા સ્મથે 6 વખત કરવાની હતી. જેનાથી થોડી રાહત મળી.

ખેલાડીએ (steve smiths )કહ્યુ મને એ વાતની ખુશી છે કે આવી તબીયત હોવા છતા મે એક શાનદાર મેચ રમી નાખી. મારૂ પ્રદર્શન ખુબજ સારૂ રહ્યુ. ખેલાડીની નિષ્ઠા ખરેખર જોવા જેવી હતી તેણે પોતાની પરવાહ ન કરતા ટીમનું વિચાર્યુ અને ટીમને એક સારી પોઝિશનમાં લાવીને રાખી દીધુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here