સ્કૂલ ફી : આ તારીખ સુધી ફી ભરનારને જ અમે 25 ટકાની આપીશું રાહત, સ્કૂલ સંચાલકોએ આપી ડેડલાઈન

0
66

કોરોના સંકટમાં ફી ને લઈને આજે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ ને વાલીઓને જે 25 ટકા રાહત આપી છે તેને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આવકારે છે. સાથે જ 31 મી ઓક્ટોબર સુધી ફી ભરનારા વાલીઓ ને જ આ લાભ મળશે. કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી સ્કૂલોમાં ફીનો પ્રશ્ન વણ ઉકેલાયો અને ગુચવાયો હતો.

કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી સ્કૂલોમાં ફીનો પ્રશ્ન વણ ઉકેલાયો અને ગુચવાયો હતો

ઉલ્લેખનીય છે કે આ પ્રશ્ને લઈને આજે સરકારે જાહેરાત કરતા જ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આવકારતા પ્રવકતા દીપક રાજ્યગુરૂ જણાવે છે કે સંચાલકો ખૂબ મોટી આર્થિક મુશ્કેલીમાં છે. છતાં પણ સરકાર ના આગ્રહ અને વાલીઓની તકલીફો સમજીને આ રાહત ને સ્વીકારે છે.

સંચાલકો ખૂબ મોટી આર્થિક મુશ્કેલીમાં

સરકાર ના આગ્રહ અને વાલીઓની તકલીફો સમજીને આ રાહત ને સ્વીકારે

સાથે જ રાજ્ય સરકાર સાથે વખતો વખત થયેલી વાટાઘાટો અને મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ આ 25 ટકા રાહત નો લાભ એ વાલી મિત્રોને મળવાપાત્ર છે કે જેમણે ગયા વર્ષની ફી ભરવાની બાકી છે અને જૂનથી ઓકટોબર સુધી ની ફી 25 ટકા ના લાભ સાથે ભરવી હોય તો 31 મી ઓક્ટોબર કટ ઓફ ડેટ છે. ત્યાં સુધીમાં આ ફી ભરશે તો વાલીઓને રાહત નો લાભ મળશે. જો તારીખ ચૂકી જશો તો આ રાહત મળવાપાત્ર રહેશે નહિ. આમ વાલીઓએ 31 મી ઓક્ટોબર સુધીમાં ફી ભરશે તો જ લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here