સોમનાથમાં પાર્વતીજીના મંદિરનો 21 કરોડનો ખર્ચ સુરતના હીરા ઉદ્યોગપતિ ઉઠાવશે

0
144

સોમનાથ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. સોમનાથ બાર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ હોવાના કારણે દર વર્ષે લાખો લોકો સોમનાથ દાદાના દર્શને આવે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધાઓને લઇને દર વર્ષે કેટલીક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથના દર્શનાર્થીઓ માટે એક સારા સમાચાર છે કારણ કે, સોમનાથમાં ભાવિકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો કરવામાં આવશે. 

અગાઉ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, સોમનાથ મંદિરના પરિસરમાં ભવ્ય શક્તિપીઠ તરીકે પાર્વતીજીના મંદિરનું નિર્માણ કરવામાં આવે. સાથે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, પાર્વતીજીના મંદિરમાં સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. આ મંદિર 21 કરોડના ખર્ચે નિર્માણ પામશે. ત્યારે મંદિરના નિર્માણ માટે 21 કરોડના મુખ્યદાતા સુરતના હીરાના ઉદ્યોગપતિ છે.

રિપોર્ટ અનુસાર સોમનાથમાં 21 કરોડના ખર્ચે પાર્વતીજીનું મંદિર બનાવવામાં આવશે તેના મુખ્ય દાતા સુરતના હીરાના વેપારી  ધામેલીયા છે અને તેમને મંદિરનો ખર્ચ આપવાનો સંકલ્પ કર્યો છે. ટૂંક સમયમાં જ મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.

સોમનાથમાં નિર્માણ પામનારા પાર્વતીજીના મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર 6 હજારથી 7 હજાર ચોરસ મીટર જગ્યામાં નિર્માણ પામશે. આ મંદિરને યજ્ઞશાળાની બાજુમાં બનાવવામાં આવશે. 

જો કે, એવું પણ કહેવામાં આવતું હતું કે, સોમનાથમાં એક શક્તિપીઠ આવેલું છે પરંતુ અત્યાર સુધી કોઈને ખબર નહોતી કે, આ શક્તિપીઠ ક્યાં આવેલું છે પરંતુ સોમનાથમાં પાર્વતીજીના મંદિરનું નિર્માણ થયા બાદ લોકો શક્તિપીઠ તરીકે પાર્વતીજીના દર્શન કરી શકશે.આ બાબતે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથદાદાના મુખ્ય મંદિર નજીક પૌરાણિક જૂની પાર્વતી માતાજીની જગ્યા છે. તે જગ્યાને તે જ સ્થિતિમાં રાખીને યજ્ઞ શાળાની બાજુમાં આ મંદિર બનાવવામાં આવશે અને આ સ્થળ પર હાલમાં ભાવિકો માટે એક્ઝિટ દરવાજો છે. પાર્વતીજીના મંદિરનું નિર્માણ સફેદ માર્બલમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here