– આ પહેલા તેને સંયુક્ત રાષ્ટ્રએ સન્માન આપ્યું
સંયુક્ત રાષ્ટ્રએ સમ્માન આપ્યા પછી સોનૂ સૂદને વધુ એક એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. ગ્રામોદય ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટેકનોલોજી(જીસીઓટી)એ સોનૂ સૂદને ગરીબ અને જરૂરિયાત લોકોની મદદ કરવા માટે ગ્રોમોદય બંધુ મિત્ર પુરસ્કારથી સમ્માનિત કરવામા ંઆવ્યો હતો.
આ પ્રસંગ ગુરુવારે યોજવામાં આવ્યો હતો. જીસીઓટીના ત્રણ દિવસના વર્ચ્યુઅલ કર્ન્વસેશનના પહેલા દિવસે સોનૂનું સમ્માન કરવામાં ાવ્યું હતું.
આ અવસર પર સોનૂએ જીસીઓટીને આશ્વાસન આપ્યું હતું કે તેનું સંગઠન શક્તિ અન્નદાનમ તેની સાથે કામ કરશે.
જીસીઓટીના કાર્યકારી અધ્યક્ષએ જણાવ્યું હતું કે, સોનૂએ કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન સેંકડો પ્રવાસી કામગારોને સુરક્ષિત ઘરે પહોંચાડાવમાં મદદ કરી હતી. તેમના આ સદકાર્ય બદલ તેમને આ પુરસ્કારથી નવાજવામાં આવે છે.