સોનામાં આંચકા પચાવી ભાવ ઊંચકાયા: ચાંદીમાં ઘટાડો

0
174

ક્રુડ તેલમાં ઊંચા મથાળે ટકેલું વલણ

વિશ્વ બજારમાં સોનાચાંદીમાં મંદીવાળાના વેચાણ કપાતા ભાવમાં આવેલા ફરી ઉછાળાની અસરરૂપે ઘરઆંગણે મુંબઈ બજારમાં પણ સોનામાં ભાવ આંચકા પચાવી ફરી વધ્યા હતા. જો કે ચાંદીમાં ભાવમાં ઘટાડો જોવાયો હતો. ક્રુડ તેલમાં ઊંચા ભાવે ટકેલું વલણ જોવા મળ્યું હતું. સ્થાનિક કરન્સી બજારમાં  મુખ્ય વૈશ્વિક ચલણ સામે રૂપિયામાં મિશ્ર સ્થિતિ રહી હતી.

ઘરઆંગણે મુંબઈ બજારમાં સોમવારે ખાનગીમાં ૯૯.૫૦ સોનાના  દસ ગ્રામના ભાવ જે જીએસટી વગર ઘટી રૂપિયા ૫૦૨૦૦ રહ્યા હતા તે આજે ઈન્ટ્રાડેમાં રૂપિયા ૫૦૬૫૦ થઈ રૂપિયા ૫૦૪૬૨ બંધ રહ્યા હતા. ૯૯.૯૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૫૦૩૫૦વાળા રૂપિયા ૫૦૮૫૪ થઈ રૂપિયા ૫૦૬૬૫ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જે ગઈ કાલે ખાનગીમાં જીએસટી વગર રૂપિયા ૬૨૫૦૦ બોલાતા હતા તે આજે વધુ ઘટી રૂપિયા ૬૧૮૭૪ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.

અમદાવાદ સોનું ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૫૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂપિયા ૫૨૫૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૬૩૦૦૦ રહ્યા હતા. 

વિશ્વબજારમાં સટોડિયા વેચાણ કાપવા આવતા ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. ગોલ્ડ એક ઓંસના ભાવ જે ગઈકાલે ૧૮૫૪ ડોલર રહ્યા હતા તે આજેમોડી સાંજે ૧૮૭૬ ડોલર બોલાતા હતા. ચાંદી ઔંસ દીઠ ૨૩.૬૧ ડોલર વાળી ૨૪.૧૪ ડોલર  બોલાતી હતી. પ્લેટિનમનો  ભાવ ૮૬૭ ડોલરથી વધી ૮૭૪ ડોલર જ્યારે પેલેડિયમનો પ્રતિ ઔંસ ૨૪૯૫ ડોલરવાળો ૨૪૮૮ ડોલર બોલાતો હતો.

સ્થાનિક કરન્સી બજારમાં ડોલરમાં બેતરફી વધઘટ રહ્યા બાદ છેવટે ૩ પૈસા વધી ૭૪.૧૮ રૂપિયા બંધ રહ્યો હતો. પાઉન્ડ ૯૫ પૈસા સુધરી ૯૮.૨૭ રૂપિયા જ્યારે યુરો ૪૫ પૈસા ઘટી ૮૭.૫૮ રૂપિયા બંધ રહ્યો હતો.વૈશ્વિક સ્તરે ક્રુડ તેલ ઊંચા મથાળે ટકી રહ્યું હતું. કોરોનાની વેકસિનમાં સફળતાથી વૈશ્વિક અર્થતંત્રમાં  સુધારો જોવા મળવાની ગણતરીએ ક્રુડ તેલ ઊંચા મથાળે ટકી રહ્યું છે. ન્યુયોર્ક ક્રુડ તેલ પ્રતિ બેરલ ૪૦.૬૦ ડલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ૪૨.૮૫ ડોલર બોલાતું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here