સૈફ અલી ખાન આત્મકથા લખશે, પીછેહઠ કરવાના સમાચારોને ખોટા ગણાવ્યા

0
61

સૈફ અલી ખાને આત્મકથા લખવાનો પોતાનો નિર્ણય પડતો મૂક્યો હોવાનું તાજેતરમાં કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું. જોકે, અત્યારે ફિલ્મ ‘ભૂત પોલીસ’ માટે શૂટિંગ કરી રહેલા સૈફે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. તેણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો. સૈફે જણાવ્યું હતું કે, ‘હું મારી આત્મકથા લખી રહ્યો છું. હું માત્ર એમાં પ્રમાણિકતા અને સારી રીતે બધી વાતો સમાવવા વિશે વિચાર કરતો હતો.’ નોંધપાત્ર છે કે, આ પહેલાં કેટલાક અહેવાલો અનુસાર સૈફે જણાવ્યું હતું કે, તે લોકોની ગાળો સાંભળવા માટે તૈયાર નથી. કેમ કે, તે જે પ્રમાણિકતાથી આત્મકથા લખશે એના લીધે લોકો તેની ટીકા કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here