સૈફ અલી ખાનનું આગામી ફિલ્મમાંથી પત્તું કપાશે ?

0
73

અભિનેતાએ પોતાના પાત્ર અને ફિલ્મ વિશે વિવાદિત બયાન આપતા સોશિયલ મીડિયાના યુઝર્સો ક્રોધે ભરાયા

સૈફ અલી ખાન ઓમ રાઉતની આવનારી ફિલ્મ આદિપુરુષમાં લંકેશનું પાત્ર ભજવતો જોવા મળવાનો છે. પરંતુ હાલમાં તેણે આ પાત્ર અને ફિલ્મની પટકથા પર વિવાદિત બયાન આપતા સોશિયલ મીડિયા યુઝર્સો ક્રોધે ભરાયા છે. તેમણે ઓમ રાઉતને સૈફને આ ફિલ્મમાંથી દૂર કરવાની સલાહ આપી છે. 

સૈફ અલી ખાને પોતાના પાત્ર વિશે જણાવ્યું હતું કે, એક રાક્ષસ રાજાનું પાત્ર ભજવવું એ રસપ્રદ છે. પરંતુ તે એટલુ ંપણ ક્રુર નથી. અમે આ પાત્રને મનોરંજક બનાવાના છીએ. સીતાનું અપહરણ અને રામ સાથે થયેલા યુદ્ધને અમે તેની બહેનની બદલાની ભાવના સાથે જોડવાના છીએ. જેનું લક્ષ્મણે નાક કાપી નાખ્યું હતું. 

સૈફના આ સ્ટેટમેન્ટથી સોશિયલ મીડિયાના યુઝર્સો  નારાજ થઇ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર સૈફને ટ્રોલ કર્યો છે. તેમજ દિગ્દર્શક ઓમ રાઉતને સૈફને ફિલ્મમાંથી દૂર કરવાની સલાહ આપી છે. 

 ફિલ્મ આદિપુરુષમાં સૈફ અલી ખાન લંકેશ એટલે કે રાવણની ભૂમિકા ભજવવાનો છે. તેણે પોતાના પાત્ર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં લંકેશનું પાત્ર મનોરંજક બનાવામાં આવશે. તેને એક સામાન્ય વ્યક્તિ તરીકે દર્શાવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here