સેલેબ્સમાં કોરોના:’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદી કોરોના પોઝિટિવ, ખુદને આઇસોલેટ કર્યા

  0
  1

  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદી કોરોના પોઝિટિવ છે. તેમણે શુક્રવારે ટ્વીટ કરી ખુદ આ વાતની જાણ કરી છે. આસિત મોદીએ ખુદને આઇસોલેટ કરી દીધા છે અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને કેરફુલ રહેવા માટે કહ્યું છે.

  તેમણે ટ્વીટ કર્યું કે, ‘મને કોવિડ 19ના અમુક લક્ષણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મેં ખુદને આઇસોલેટ કરી દીધો છે. હું વિનંતી કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે ધ્યાન રાખે અને પ્રોટોકોલનું પાલન કરે. તમે મારી ચિંતા ન કરો, તમારા પ્રેમ પ્રાર્થના આશીર્વાદથી જલ્દી સાજો થઇ જઈશ. તમે મસ્ત સ્વસ્થ રહો.

  ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોને મનોરંજન આપી રહી છે. સિરિયલે થોડા સમય પહેલા 3000 એપિસોડ પૂરા કર્યા હતા. આ પહેલાં ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના પ્રોડ્યુસર સંજય કોહલી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જુલાઈ મહિનાથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલનું શૂટિંગ ફરી સ્ટાર્ટ થયું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here