સેન્સેક્સ 600 પોઈન્ટની છલાંગે 39575

    0
    4

    – નિફટી સ્પોટ ૧૫૯ પોઈન્ટ ઉછળીને ૧૧૬૬૨ : FPIs/FIIની કેશમાં રૂ.૧૧૦૧ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૯૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી

    – અર્થતંત્રના આઉટલૂક વિશે અમેરિકામાં જેરોમ પોવલની સ્પિચ પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતી

    કોરોના સંક્રમણ વિશ્વમાં યથાવત રહ્યા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રિકવર થઈ વ્હાઈટ હાઉસ પરત ફર્યા સામે અમેરિકી અર્થતંત્ર મામલે યુ.એસ.ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા અપાનારી સ્પિચ પૂર્વે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત આજે ભારતીય શેર બજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તોફાની તેજી થઈ હતી. ભારતમાં બેંકોના લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પરના વ્યાજને માફ કરવા અને એ બેંકોને નહીં સરકાર ભોગવશે એવા નિર્ણય તેમ જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગત સપ્તાહમાં મોકૂફ રહેલી મોનીટરી પોલીસી કમિટી(એમપીસી)ની મીટિંગ હવે ૯,ઓકટોબરના યોજવાનું નક્કી થતાં આજે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં આક્રમક તેજી કરતાં અને ઓટોમોબાઈલ, ફાર્મા શેરોમાં પસંદગીની લેવાલીએ સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી અને નિફટી ૧૧૬૦૦ની સપાટી પાર કરી હતી. કોર્પોરેટ પરિણામોની સીઝન ૭,ઓકટોબરના ટીસીએસના પરિણામ સાથે શરૂ થનારી હોઈ અને કંપની દ્વારા શેરોના બાયબેક પર પણ વિચારણા થનારી હોઈ ગઈકાલે આઈટી શેરોમાં તોફાની તેજી બાદ આજે લેવાલી મર્યાદિત રહી હતી. સેન્સેક્સ અંતે ૬૦૦.૮૭ પોઈન્ટ ઉછળીને ૩૯૫૭૪.૫૭ અને નિફટી સ્પોટ ૧૫૯.૦૫ પોઈન્ટ વધીને ૧૧૬૬૨.૪૦ બંધ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે પણ ૧૬ પૈસા વધીને રૂ.૭૩.૪૫ રહ્યો હતો. 

    સેન્સેક્સ ફરી ૩૯૦૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૩૯૬૨૩ થઈ અંતે ૬૦૧ પોઈન્ટ ઉછળીને ૩૯૫૭૫

    ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૯૭૩.૭૦ સામે આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ,  ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં લેવાલી થતાં અને એશીયન પેઈન્ટસ, મારૂતી સુઝીકી, ટાઈટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ ટેકનોલોજી સહિતમાં આકર્ષણે ૩૯૩૩૬.૭૪ મથાળે ખુલીને સતત લેવાલી વધતાં અને અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રામાં આકર્ષણે એક સમયે વધીને ૩૯૬૨૩.૭૬ સુધી પહોંચી અંતે ૬૦૦.૮૭ પોઈન્ટ ઉછળીને ૩૯૫૭૪.૫૭ બંધ રહ્યો હતો.

    નિફટી સ્પોટ ૧૧૬૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૬૮૦ થઈ અંતે ૧૫૯ પોઈન્ટ ઉછળીને ૧૧૬૬૨

    એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૦૩.૩૫ સામે ૧૧૬૦૩.૪૫ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં મોટી તેજી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક તેમ જ અદાણી પોર્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લાઈફ, ગેઈલ ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ, દિવીઝ લેબ., ગ્રાસીમ સહિતમાં લેવાલીએ વધીને ૧૧૬૮૦.૩૦ સુધી પહોંચી અંતે ૧૫૯.૦૫ પોઈન્ટ વધીને ૧૧૬૬૨.૪૦ બંધ રહ્યો હતો.

    બેંક  નિફટી ફયુચર ૨૨,૪૨૫ થી વધીને ૨૨,૯૪૦ : નિફટી ઓકટોબર ફયુચર ૧૧,૫૧૭ થી વધીને ૧૧,૬૭૨

    ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. નિફટી ઓકટોબર ફયુચર ૧૧,૫૧૭.૬૫ સામે ૧૧,૫૮૨.૩૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૫૬૬.૨૫ થઈ વધીને ૧૧,૬૮૩.૭૫ સુધી પહોંચી અંતે ૧૧,૬૭૨.૬૫ રહ્યો હતો. બેંક નિફટી ઓકટોબર ફયુચર ૨૨,૪૨૫.૧૫ સામે ૨૨,૭૨૩ મથાળે ખુલીને નીચામાં ૨૨,૫૪૨.૮૦ થઈ વધીને ૨૨,૯૪૦.૧૦ સુધી પહોંચી અંતે ૨૨,૯૧૦.૧૫ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૩૯.૩૦ સામે ૬૦.૨૫ મથાળે ખુલીને નીચામાં ૪૫.૬૦ થઈ વધીને ૧૦૮.૫૫ સુધી પહોંચી અંતે ૯૯.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૧૪.૮૫ સામે ૨૧ મથાળે ખુલીને નીચામાં ૧૪.૮૫ થઈ વધીને ૪૮.૯૦ થઈ અંતે ૪૪ રહ્યો હતો. 

    મોરેટોરિયમ મામલે સરકારના નિર્ણય, રિઝર્વ બેંકની ૯મીએ મીટિંગ પૂર્વે બેંકિંગ શેરોમાં તેજી : એચડીએફસી રૂ.૧૪૯ ઉછળ્યો

    બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી હતી. કોરોનાને લઈ લોકડાઉનના સમયગાળામાં બેંકોની લોનો પર મોરેટોરિયમ લાગુ કરાયા બાદ આ લોનો પરના વ્યાજ પરના વ્યાજની વસુલાત મામલે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કેન્દ્ર સરકારે વ્યાજ પરના વ્યાજને માફ કરવાની અને આ વ્યાજ બેંકો નહીં સરકાર પોતે ભોગવશે એવી તૈયારી બતાવતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગત સપ્તાહમાં મોકૂફ રહેલી એમપીસીની મીટિંગ હવે ૯,ઓકટોબર ૨૦૨૦ના યોજવાના નિર્ણયે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક લેવાલી થઈ હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૨૩.૮૪ પોઈન્ટ ઉછળીને ૨૫૯૫૧.૬૦ બંધ રહ્યો હતો. એચડીએફસી લિમિટેડનો બિઝનેસ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યાના અને જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૦માં લોન અરજીઓમાં ૧૨ ટકા સુધી વૃદ્વિ થયાનું જાહેર થતાં શેરમાં આક્રમક લેવાલીએ  રૂ.૧૪૯.૧૦ ઉછળીને રૂ.૧૯૩૪.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૭૦ વધીને રૂ.૬૨૨.૪૫, એચડીએફસી બેંક રૂ.૩૦.૦૫ વધીને રૂ.૧૧૪૪.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૩૦ વધીને રૂ.૩૮૦.૪૫,  એક્સીસ બેંક રૂ.૫.૨૦ વધીને રૂ.૪૪૯.૪૦, બંધન બેંક રૂ.૧૩.૭૫ વધીને રૂ.૩૦૬.૦૫, કોટક બેંક રૂ.૨૩.૬૫ વધીને રૂ.૧૩૩૮.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૮૫ વધીને રૂ.૧૯૧.૬૦ રહ્યા હતા.

    એલઆઈસી હાઉસીંગ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ, જીઆઈસી હાઉસીંગ, એયુ બેંક વધ્યા

    એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૪.૩૦ વધીને રૂ.૨૮૯.૨૦, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૧૦૬.૩૦, એયુ બેંક રૂ.૬૨.૫૫ વધીને રૂ.૭૩૩.૭૫, બજાજ ફાઈનાન્સ રૂ.૯૪.૫૫ વધીને રૂ.૩૪૭૪.૪૦,બજાજ ફિનસર્વ રૂ.૧૧૧.૩૫ વધીને રૂ.૫૯૯૦.૭૫,  એડલવેઈઝ રૂ.૨.૯૦ વધીને રૂ.૬૧.૬૦, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૫.૩૦ વધીને રૂ.૮૮૯.૧૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૨.૯૫ વધીને રૂ.૭૯.૯૫, ચૌલા ફિન રૂ.૧૨.૪૫ વધીને રૂ.૨૬૪.૮૦, પીએનબી હાઉસીંગ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૩૪૯.૫૫ રહ્યા હતા. 

    ટાટા મોટર્સમાં ફંડોની તેજીએ રૂ.૧૧ ઉછળીને રૂ.૧૪૫ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી, અશોક લેલેન્ડ, બજાજ ઓટો વધ્યા

    દેશમાં સારા વરસાદ સાથે સપ્ટેમ્બર મહિનામાં ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણને સારો પ્રતિસાદ સાંપડતાં અને હજુ રિકવરીની અપેક્ષાએ ફંડોની આજે ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. ટાટા મોટર્સમાં વૈશ્વિક વાહનોનું વેચાણ જુલાઈ થી સપ્ટેમ્બરમાં ૧૬ ટકા ઘટયા છતાં કંપનીને ત્રણ વર્ષમાં લોન-દેવા મુક્ત કરવાની યોજના સાથે વાહનોની માંગમાં વૃદ્વિની અપેક્ષાએ ફંડોની સતત લેવાલીએ આજે શેર રૂ.૧૦.૯૫ ઉછળીને રૂ.૧૪૪.૮૫ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૦.૭૫ વધીને રૂ.૬૨૭.૭૫, અશોક લેલેન્ડ રૂ.૧.૦૫ વધીને રૂ.૭૬.૨૦, મારૂતી સુઝુકી રૂ.૭૮.૧૫ વધીને રૂ.૬૮૯૫, બજાજ ઓટો રૂ.૨૨.૧૫ વધીને રૂ.૨૯૭૫, હીરો મોટોકોર્પ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૩૧૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૫.૪૧ પોઈન્ટ વધીને ૧૮૨૦૪.૨૨ બંધ રહ્યો હતો.

    રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૩ લાખ કરોડ વધીને રૂ.૧૫૯.૩૫ લાખ કરોડ પહોંચ્યું

    શેરોમાં આજે વ્યાપક તેજી સાથે બીએસઈમાં ટ્રેડ થયેલી સ્ક્રિપો-શેરોનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૧.૨૩ લાખ કરોડ વધીને રૂ.૧૫૯.૩૫ લાખ કરોડ પહોંચ્યું હતું.  

    આઈટી શેરોમાં તેજી : ટીસીએસમાં રિઝલ્ટ પૂર્વે મજબૂતી : એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૧૦૨ ઉછળ્યો : કોફોર્જ, માઈન્ડટ્રી વધ્યા

    આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આવતીકાલથી ટીસીએસના ૭,ઓકટોબરના ત્રિમાસિક પરિણામ સાથે રિઝલ્ટની સીઝન શરૂ થનારી હોઈ અને આઈટી કંપનીઓના આ વખતે સારા પરિણામની અપેક્ષાએ અને ટીસીએસમાં શેરોના બાયબેક પર વિચારણા થનારી હોઈ આજે શેરોમાં પસંદગીની લેવાલી જળવાઈ રહી હતી. ટીસીએસ રૂ.૯.૩૦ વધીને રૂ.૨૭૧૬.૧૫ની નવી વિક્રમી ઊંચાઈએ, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૧૦૧.૯૦ ઉછળીને રૂ.૨૬૮૭.૮૦, કોફોર્જ રૂ.૬૦.૧૫ વધીને રૂ.૨૪૦૫.૩૦, માઈન્ડટ્રી રૂ.૨૬.૧૫ વધીને રૂ.૧૩૭૪.૯૫, એમ્ફેસીસ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૧૩૫૧.૬૦, ઈન્ફોસીસ રૂ.૭.૫૫ વધીને રૂ.૧૦૫૫.૭૫, ટેક મહિન્દ્રા રૂ.૫.૭૫ વધીને રૂ.૮૪૭ રહ્યા હતા. 

    રિયાલ્ટી શેરોમાં ફરી તેજી : શોભા ડેવલપર્સ રૂ.૨૩ ઉછળીને રૂ.૨૬૨ : બ્રિગેડ, ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ, પ્રેસ્ટિજ વધ્યા

    રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગામી દિવસોમાં રિકવરીની અપેક્ષા અને સરકાર દ્વારા વધુ રાહતોની ધારણા વચ્ચે આજે રિયાલ્ટી શેરોમાં પસંદગીની લેવાલી થઈ હતી. શોભા ડેવલપર્સ રૂ.૨૨.૯૫ વધીને રૂ.૨૬૨.૧૦, બ્રિગેડ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૧૭૯૪૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૩૮.૧૫ વધીને રૂ.૯૦૨.૩૫, ડીએલએફ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૬૨.૮૦, પ્રેસ્ટિજ રૂ.૫.૦૫ વધીને રૂ.૨૫૬.૮૫ રહ્યા હતા. 

    હેલ્થકેર-ફાર્મા શેરોમાં સિલેક્ટિવ તેજી : થાયરોકેર રૂ.૧૧૪ ઉછળીને રૂ.૮૮૪ : હેસ્ટર બાયો, લૌરસ લેબ., પોલીમેડ ઉછળ્યા

    હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની મોટી લેવાલી થઈ હતી. થાયરોકેર રૂ.૧૧૪.૦૫ ઉછળીને રૂ.૮૮૪.૨૦, હેસ્ટર બાયો રૂ.૧૭૬.૯૦ ઉછળીને રૂ.૧૮૫૮.૨૦, પોલીમેડ રૂ.૩૩.૧૦ વધીને રૂ.૪૯૮.૨૫, લૌરસ લેબ રૂ.૧૫.૬૫ વધીને રૂ.૩૧૧.૦૫, યુનિકેમ લેબ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૨૭૩.૩૦, એફડીસી રૂ.૯.૧૫ વધીને રૂ.૩૫૫.૭૦, એપીએલ લિમિટેડ રૂ.૨૫.૩૫ વધીને રૂ.૯૯૭.૫૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૦.૨૫ વધીને રૂ.૧૩૪૯.૪૫, મેટ્રોપોલિસ રૂ.૩૬.૪૦ વધીને રૂ.૧૯૪૯.૯૫ રહ્યા હતા. 

    સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી : ઉછાળે સાવચેતી જરૂરી : ૩૧૩ શેરોમાં તેજીની સર્કિટ : ૧૫૧૧ શેરો પોઝિટીવ બંધ

    સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડોની સિલેક્ટ્વિ તેજી રહેતાં માર્કેટ બ્રેડથ પોઝિટીવ રહી હતી. જો કે સ્મોલ, મિડ કેપના નામે શેરો બજારમાં ઊતારવામાં આવી રહ્યાનું અને રોકાણકારોના ગળામાં પરોવી દેવામાં આવી રહ્યાનું જાણવા મળે છે, જેથી રોકાણકારોએ ઉછાળે પેન્ની શેરોમાં ફસાઈ ન જવાય એ માટે સાવચેતી રાખવી જરૂરી રહેશે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૧૧ અને ઘટનારની સંખ્યા ૧૧૮૯  રહી હતી. ૩૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

    FPIs/FIIની કેશમાં રૂ.૧૧૦૨ કરોડની ખરીદી, ફયુચર્સમાં રૂ.૬૩૯ કરોડની વેચવાલી : DIIની રૂ.૯૩૪ કરોડની વેચવાલી

    એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૧૦૧.૭૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં કુલ રૂ.૬૦૭૨.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૯૭૧.૨૧ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૫૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૩૪.૮૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં કુલ રૂ.૩૦૭૬.૮૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૦૧૧.૭૧ કરોડની વેચવાલી થઈ હતી.

    [WP-STORY]

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here