સેન્સેક્સ ઓલટાઈમ હાઈ: 600 પોઈન્ટ વધીને 42,400ની સપાટી વટાવી, અમેરિકામાં બાઇડનની જીતની અસર

0
139
  • સેન્સેક્સમાં 630 અને નિફ્ટીમાં 177 અંકોનો ઉછાળો
  • લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 165 લાખ કરોડને પાર
  • નિફ્ટી 175 પોઈન્ટ વધીને 12,439 પર વેપાર કરી રહ્યો છે

અમેરિકામાં જો બાઈડનની જીતથી એશિયાઈ બજાર પર તેજી જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની ન્યૂ હાઈ તોડી નાખી છે. સેન્સેક્સ 621.63 પોઈન્ટ વધીને 42,514.69 અને નિફ્ટી 175.55 પોઈન્ટ વધીને 12,439ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શેરબજારમાં આઈટી, બેન્કિંગ અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં 559 પોઈન્ટની તેજી જોવા મળી છે.

નિફ્ટીમાં ડિવિઝ લેબનો શેર 4% ઉપર વેપાર કરી રહ્યો છે. ICICI બેન્કનો શેર પર 2% ઉપર વેપાર કરી રહ્યો છે. HCL ટેક અને ઈન્ફોસિસના શેર પર 1-1 ટકા કરતાં વધારે તેજી સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે સિપ્લા અને આઈટીસીના શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સવારે BSE સેન્સેક્સ 42,273 અને નિફ્ટી 12,399ના રેકોર્ડ સ્તરે ખૂલ્યા હતા.

બજારમાં તેજીનાં કારણો
1. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થઈ ગયાં છે. એમાં બાઈડનની જીત થઈ છે. એનાથી એશિયાઈ અને અમેરિકન્સ વાયદા બજાર આજે તેજીથી વેપાર કરી રહ્યા છે.
2. બાઈડનની જીતથી ભારતીય કંપનીઓને સકારાત્મક આશા છે. આઈટી કંપનીઓ અને ઘરેલુ સ્થાનિક બજારમાં એમાં સામેલ છે.
3. આ મહિને વિદેશી મૂડીરોકાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે સત્રમાં FIIએ 10 હજાર કરોડથી વધારે રકમના શેર ખરીદ્યા છે.
4. ભારતીય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં વધારે સારાં રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here