સૂતી વખતે જો તમે પણ ઓશિકા નીચે મોબાઈલ રાખો છો તો થઈ જજો સાવધાન, જાણો ચોંકાવનારો કિસ્સો

0
136

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતાં કેરળ (Kerala)માં રહેતા એક 53 વર્ષીય વ્યક્તિનો હાથ અને ખભો સળગી ગયો હતો. જ્યારે મોબાઈલ ઓશીકા (Mobile Under Pillow)ની નીચે હતો ત્યારે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી. કેરળના કોલ્લમમાં ઓચિરાના રહેવાસી ચંદ્ર બાબુ જ્યારે સૂતા હતા ત્યારે તેના ઓશીકા નીચેનો મોબાઇલ ફોન ફાટ્યો હતો. તે ઓટોરિક્ષા ચાલક છે. તે નોકિયાના ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો.

ચંદ્રબાબુએ કહ્યું, ‘ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એક યાત્રીને ડ્રોપ કર્યા પછી લાંબી મુસાફરી કરીને ઘરે પહોંચ્યો. હું ખૂબ થાકી ગયો હતો, તેથી હું સૂઈ ગયો. મનોરમાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બાબુના કહેવા મુજબ, જ્યારે આ ઘટના બની ત્યારે ફોન ચાર્જમાં ન હતો. તેણે એમ પણ કહ્યું કે ઊંઘતી વખતે તેણે શર્ટ પહેર્યો ન હતો.

બાબુએ વધુમાં કહ્યું, ‘મને મારા ખભામાં ભારે પીડા થવા લાગી અને હું ઉઠી ગયો. જ્યારે મેં પલંગ પર ઓશીકું જોયું, ત્યાં આગ હતી જ્યાં મેં ફોન રાખ્યો હતો અને ફોનમાંથી એક સ્પાર્ક થઈ રહ્યો હતી. આ ઘટના બની તે સમયે હું ઘરે એકલો હતો. અને પછી હું નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયો. ‘

બાબુના કહેવા પ્રમાણે, તે હજી સુધી સમજી શકાયું નથી કે ફોનમાં આગ કેવી રીતે લાગી. પરંતુ તેઓ લોકોને કહે છે કે સૂવાના સમયે ફોનને ક્યારેય તમારા ઓશીકાની નીચે ન રાખો. તેમણે કહ્યું કે આ ઘટના પછી ઘણા લોકોએ મારો સંપર્ક કર્યો. હોઈ શકે છે કે ઘર્ષણને કારણે આગ લાગી હોય, ભલે તે ગમે તે હોય, પરંતુ સૂવાના સમયે ફોનને ઓશીકું નીચે રાખવું સલામત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here