સૂકાઇ ગયેલા લીંબુમાંથી પણ નીકળશે રસ, ફોલો કરો આ કુકિંગ ટિપ્સ

  0
  138

  આજકાલ મહિલાઓ પોતાના કામકાજમાં વ્યસ્ત થઇ જવાને કારણે તેઓ કિચનની અનેક વસ્તુઓ પર ધ્યાન આપી શકતી નથી. જો કે રસોડાની અનેક વસ્તુઓથી તે અજાણ હોવાને કારણે તેમને ખૂબ જ તકલીફ પડતી હોય છે. આમ, જો તમે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવીને કિચન ક્વિન બનવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે.

  – લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉખડી જશે.
  – કારેલાને ચીરી મીઠુ લગાવવાથી તેની કડવાશ ઓછી થઈ જશે.
  – બટેકાની છાલ કાઢી તેમાં કાંટા(ફોર્ક)થી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળીને ઉપયોગ કરવાથી દમ આલુ સારા બનશે
  – સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે.
  – કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોય તો લીલી મેથીના પાનને થોડીવાર પેન પર ગરમ કરી. તેને ઠંડી કરીને પછી ઉપયોગમાં લઈ શકાય.
  – તવીમાંથી ડુંગળીની સુગંધ કાઢવા માટે કાચુ બટાકુ કાપીને તેને તવી પર ઘસી લેવું.
  – લીંબુ સુકાઈ ગયા હોય કે બહુ કઠણ/સખત થઈ ગયા હોય તો તેને ગરમ પાણીમાં રાખવાથી તેમાં ખુબ સરળતાથી રસ નીકળી શકે છે.
  – રોટલીના લોટમાં દહી નાંખીને બાંધવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.
  – ભીંડા બનાવતી વખતે તેમાં એક ચમચો દહીં નાંખવાથી ભીંડા ચોંટશે નહી.
  – મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠુ નાંખી થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઈ જશે.

  [WP-STORY]

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here