સુશાંત કેસને લઈને શેખર સુમનનો મોટો ધડાકો, કહ્યું- અભિનેતાના કેસની ગળુ દબાવીને હત્યા કરાઈ

0
113

સુશાંતસિંહ રાજપૂત કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક એવા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. જેના પગલે અભિનેતાના ચાહકો નારાજ થઈ ગયા છે. સોશિયલ મીડિયા ઉપર કેસને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે AIIMS રિપોર્ટમાં હત્યાના એંગલને નકારી દેવામાં આવ્યો છે અને રિયા ચક્રવર્તીને પણ જામીન ઉપર છોડી દેવામાં આવી છે. આ બંને ઘટનાના કારણે કેસની દિશા જ બદલાઈ ગઈ છે.

શેખર સુમનનું મોટું નિવેદન

કેસમાં આવી રહેલા નાટકીય મોડથી અભિનેતા શેખર સુમન નારાજ છે. તે હવે ખુબ જ દુઃખી થયા છે અને કેસને ખોટી દીશામાં જતો જોઈ રહ્યા છે. હવે તેણે એક ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. શેખર સુમને લખ્યું છે કે, સુશાંતસિંહ કેસનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. શ્વાસ રોકાઈ ગયો કે પછી આમ જ ફિક્સ કરી દેવામાં આવ્યું. આ ટ્વિટ દ્વારા શેખર સુમને સીધી રીતે તપાસ એજન્સી ઉપર જ સવાલ ઉભા કરી દીધા છે. તેમનું એવું કહેવું છે કે શું દરેક વસ્તુ ફિક્સ હતી.

આ કારણે દુઃખી છે શેખર સુમન

આ પહેલા શેખર સુમને એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, હવે બધુ જ પૂર્ણ થઈ ગયુ છે અને ઘરે ચાલ્યુ જવુ જોઈએ. તેણે રિયાને મળેલા જામીનને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી. શેખર સુમને AIIMS રિપોર્ટ ઉપર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહી દીધુ હતું કે કેસ હવે હાઈજૈક થઈ ચૂક્યો છે. અભિનેતાના એ ટ્વિટ ઉપર કેટલાક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક લોકો એવા હતા જે આ વાત સાથે સંમત ન હતા. જણાવવામાં આવી રહ્યું હતું કે અત્યારે સીબીઆઈએ પોતાના તપાસ રિપોર્ટ નથી સોંપ્યો. એવામાં કોઈપણ નિર્ણય ઉપર પહોંચવું ખોટી વાત છે. એવામાં આગળ પણ શેખર સુમન સુશાંત કેસને લઈને ટ્વિટ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. પરંતુ તેના હાલમાં કરેલા ટ્વિટ ઉપરથી એવું જણાઈ રહ્યું છે કે કેસથી પણ અંતર બનાવવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here