સુરત : વરાછાની યુવતીની બિભત્સ તસવીરો બનાવી કરી હતી વાયરલ, સાયબર ક્રાઇમે વિકૃતને ઝડપી પાડ્યો

0
92

સુરત : સુરતમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને મહિલા અને યુવતીઓ સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે તેવામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વરાછાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સામાં યુવતી સાયબર ક્રાઇમનો ભોગ બની છે અને તેની તસવીરોને બિભત્સ, મોર્ફિંગ કરી અને અન્ય કોઈને નહીં પરંતુ તેના ફઈ અને માસીના દીકરાને જ મોકલવામાં આવી છે. આ તસવીરો જોઈને ચોંકી ઉઠેવલા સ્વજનોએ યુવતીને આ અંગે જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે આ તસવીરો જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આવી છે તે એકાઉન્ટ પરથી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી અને ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસે આ કેસમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચરખા ગામનો વતની હાલ સુરતના ઉતરાણ ખાતે રહેતા તુષાર ભુપત બરેતની ધરપકડ કરી હતી. જોકે પોલીસે આરોપી પૂછપરછ કરતા તેને કરેલા ગુનાની કબૂલાત સાથે અંગત અદાવત આવું કૃત્ય કર્યાની કબૂલાત કરતા પોલીસે આ ઈસમ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here