સુરત: કેન્સરની બીમારીથી કંટાળીને વરાછાના વૃદ્ધનો આપઘાત

    0
    2

    વરાછા રોડ પર નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા 69 વર્ષીય કરસનભાઈ ભીખાભાઈ સવાણી બુધવારે સાંજે ઘરમાં અનાજ માં નાખવાની ટીકડી પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.

    પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે કરસનભાઈ મૂળ અમરેલીના વતની હતા. તે છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હોવાથી કંટાળી ગયા હતા. જેથી તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હતું. તે નિવૃત્ત જીવન ગાળતા હતા તેમને ત્રણ સંતાન છે. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

    [wp-story]

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here