સુરતીઓ માટે સૌથી મોટા સમાચાર, સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો નિર્ણય, હવે આ 15 રૂટ પર….

0
165

સુરત (Surat) શહેરમાં કોરોના વાયરસ (Corona Virus)ના નવા કેસ સાથે એક્ટીવ કેસની સંખ્યામાં થઇ રહેલ ઘટાડો થતા BRTS બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. BRTS બસ આજે કોઈ પણ શહેરમાં વસતા શહેરીજનો માટે મહત્વ ધરાવે છે. એક તો ટ્રાફિક (Traffic) વગર અને સમયસર પહોંચાડવામાં મદદરૂપ થતી હોય છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી BRTS બસ ઓછી રસ્તા પર દોડતી દેખાઈ છે, પરંતુ સુરત મહાનગર પાલિકા (Surat Mahanagar Palica) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે 117 બસ વધુ શરૂ કરવામાં આવી છે.

આમ હવે સુરતના રસ્તા પર 15 રૂટ પર સિટી-બીઆરટીએસ મળી કુલ 264 બસ દોડતી થઇ ગઇ છે. હાલમાં ઉધના દરવાજાથી સચિન GIDC, ONGC કોલોનીથી સરથાણા નેચરપાર્ક,પાલ RTOથી કોસાડ, સોમેશ્વર જંક્શનથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, ગજેરા સર્કલથી ડિંડોલી વારી ગૃહ, પાલ આરટીઓથી કામરેજ ટર્મિનલ, રેલવે સ્ટેશનથી ઉત્રાણ આર.ઓ.બી, રેલવે સ્ટેશનથી કડોદરા, કોસાડથી ખરવરનગર, જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી, કોસાડથી સરથાણા નેચરપાર્ક, કામરેજ ટર્મિનલથી સચિન રેલવે સ્ટેશન આ 12 બીઆરટીએસ રૂટ પર સિટી અને બીઆરટીએસ મળી 235 બસ દોડાવવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં સિટી બસ સેવાના બાકી રહેલા રૂટો પર તબક્કાવાર બસો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે,સુરત મહાનગર પાલિકા દ્વારા કુલ 45 સિટી બસ રૂટ પર કુલ 575 સિટી બસ અને કુલ 12 બીઆરટીએસ રૂટ પર 166 બસ ચલાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here