સુરતીઓ આટલા બેફિકર કેમ? સવાર પડતા જ થયા ગાંડાતૂર અને શાક માર્કેટમાં ઉમટ્યા

0
143

અમદાવાદમાં બે દિવસીય કરફ્યૂ આપ્યા બાદ સુરતમાં (Surat)રાત્રી કરફ્યૂ (Night Curfew)લગાવવામાં આવ્યો છે. પરંતુ સવાર પડતા જ લોકોની બેદરકારી સામે આવી છે. સુરતમાં રાત્રી કફર્યૂ પરંતુ દિવસે માર્કેટમાં ભીડ જામી છે. APMC બહાર ભારે ભીડ ઉમટી પડી છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા પહોંચ્યા છે. જેમા સામાજિક અંતરનો અભાવ, માસ્ક વગર પણ ફરી રહ્યા છે લોકો. ત્યારે પ્રશ્ન થાય કે શું સુરતની જનતા ફરી લોકડાઉન ઈચ્છી રહી છે? રાત્રી કફર્યૂ છે એટલે દિવસે ભીડ કરશો? સુરતની જનતા આટલી બેફિકર કેમ?

સુરતમાં રાત્રી કરફ્યૂ પૂર્ણ થયા બાદ લોકો વહેલી સવારે શાકભાજી ખરીદી કરવા નીકળી ગયા હતા. જ્યારે સહારા દરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી. જેમા કેટલાક લોકો માસ્ક (Without Mask)વગર જોવા મળ્યા હતા. આ સિવાય સોશિયલ ડિસ્સ્ટન્ટ પણ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા હતા. આ જોતા લાગી રહ્યું છે શું સુરતના લોકો આટલા બેદરકાર હોય શકે છે. રાત્રી કરફ્યૂ આપ્યા બાદ લોકોમાં એવો ભય હતો કે સવારે શાકભાજી મળશે કે નહીં. જેથી લોકો માર્કેટમાં જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા ભીડ ઉમટી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here