સુરતમાં MD ડ્રગ્સ કેસમાં ચોંકાવનારા ખુલાસા, બોલિવૂડની માફક સુરતના ગ્લેમર વર્લ્ડમાં પણ હડકંપ મચી જશે

0
131

સુરતમાં એમડી ડ્રગ્સના રેકેટમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આદિલ અને તેની ટોળકીએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જેના આધારે તમામ વ્યવહાર કરવામાં આવતા હતા. આદિલ સાથે પાર્ટીઓ યોજવાનું કામ મીનાલ કરતો હોવાનું ખૂલ્યું છે. આદિલ અને મીનાલના મુંબઈથી દમણ સુધી સંપર્ક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે. પોલીસ હવે આ ઘટનામાં 3 મહિનાની કોલ ડિટેઈલ, લોકેશન તરફ તપાસ કરશે. સલમાને વાપીના મનોજ મારફતે ડ્રગ્સ મંગાવ્યું હતું. ત્યારે ડ્રગ્સ વેચનાર આરોપીન પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ સિવાય મનોજ ડ્રગ્સમાં કમિશન લેતો હોવાનું પણ બહાર આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના યુવાધનને નશાખોરીના નર્કમાં ધકેલવાના આ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ત્યારે બોલિવૂડના ડ્રગ્સ કાંડની માફક સુરત શહેરના ડ્રગ્સ કાંડમાં પણ આદિલ સહિતના આરોપીઓના વોટ્સએપ ચેટ્સનો ડેટા મેળવી માઇક્રો એનાલિસિસ કરવામાં આવે તો ધનાઢય પરિવારના યુવક-યુવતીઓ સુધી પોલીસ તપાસનો રેલો પહોંચે તેવી આશંકા છે.

સુરત શહેર પોલીસે પખવાડિયા પહેલાં એમડી ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. દોઢ કરોડથી વધુનું એમડી ડ્રગ્સ કબજે લઇ પોલીસ અત્યાર સુધીમાં ડ્રગ્સ માફિયા-પેડલર સહિત સાતેક જણાની ધરપકડ કરી ચૂકી છે. આ આરોપીઓ પૈકી ધનાઢય પરિવારના વંઠેલ નબીરા આદિલ નુરાનીની ધરપકડથી શહેરના ગ્લેમર જગતમાં સોપો પડી ગયો છે. સાથોસાથ પાર્ટી બોય તરીકે પંકાયેલા આદિલે છેલ્લા 2-3 મહિનામાં ફ્રેન્ડ્સ તેમજ જિમ ગેંગ સાથે કરેલી પાર્ટીઓ પણ ચર્ચાનો વિષય બનવા પામી છે. માલેતુજાર ડ્રગ પેડલર આદિલે આ પાર્ટીઓમાં ડ્રગ્સ પીરસ્યું હોવાની પોલીસને આશંકા છે. જેથી પોલીસે આદિલના ફ્રેન્ડ્સ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે. સાથોસાથ આદિલના સુરત સહિત મુંબઇના નેટવર્ક અંગે તપાસ કરાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંઘ આપઘાત કેસ બાદ બોલિવૂડમાં પણ ડ્રગ્સ પ્રકરણ ચર્ચાને ચગડોળે ચઢયું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસમાં બોલિવૂડની સેલિબ્રિટીઝ પણ એમડી ડ્રગ્સનું સેવન કરતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વોટ્સએપ ડેટામાં બહાર આવેલી ડ્રગ ચેટ્સમાં દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારાઅલી ખાન, રકુલપ્રિત સહિતની એક્ટ્રેસિસના નામ બહાર આવતા હડકંપ મચી ગયો છે. ડ્રગ્સ માફિયા પેડલર કે કસ્ટમર્સ સાથે વોટ્સએપ પર કોડવર્ડમાં વાતચીત કરતા હોય છે.

બોલિવૂડમાં હાહાકાર મચાવનાર વોટ્સએપ ચેટ્સ અંગે સુરત શહેર પોલીસ પણ તપાસ કરે તો ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ આદિલ, સંકેત, વિવેક ઉર્ફે બંટી, સલમાન વગેરેનો વોટ્સએપ ડેટા મેળવવા જરૃરી છે. જો પોલીસ આ ડેટા મેળવી માઇક્રો એનાલિસિસ કરે તો બોલિવૂડની માફક શહેરના પણ અનેક માલેતુજારોના ચહેરા બેનકાબ થવાની શક્યતા નકારી શકાય નહિ.

વોટ્સએપ ચેટ પ્રાઇવેટ નહિ પણ પબ્લિક ઇન્ફર્મેશન છે

વોટ્સએપ ચેટ સેફ કેટલી? પ્રાઇવસી જળવાઇ છે કે કેમ? તે અંગે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. વળી, લોકોમાં એવી માન્યતા છે કે, વોટ્સએપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન કરાયું હોય એટલે રિસિવર કે સેન્ડર સિવાય થર્ડ પાર્ટી આ ડેટા જોઇ શકતો નથી. જોકે, આ માન્યતા ખોટી છે. વોટ્સએપ તો યુઝર્સનો તમામ ડેટા જુએ જ છે. વોટ્સએપના ફોટોગ્રાફ્સ, વીડિયો, વીડિયો કોલ, મેસેજિસ, ચેટિંગ સહિતનો ડેટા વોટ્સએપના સર્વરમાં સ્ટોર થાય છે.

વળી, વોટ્સએપમાં નિયમિતપણે યુઝર્સનો ડેટા ઓટો બેકઅપ થતો હોય છે. જ્યારે કોઇ વ્યક્તિની ક્રિમિનલ એક્ટિવિટીઝ બહાર આવે છે ત્યારે પોલીસ સહિતની સરકારી એજન્સીઓ વોટ્સએપ પાસે ઇમેલ કરીને કે મેસેજ કરીને જે-તે વ્યક્તિની વોટ્સએપ ડિટેઇલ માંગી શકે છે. વોટ્સએપમાં સ્ટોર થયેલી વ્યક્તિનો વર્ષો જૂનો ડેટા પણ પોલીસને મળી શકે છે. વોટ્સએપ આ ડેટા પોલીસને સ્ઈ્છ ડ્ઢછ્છ રૃપે આપે છે. જે થકી પોલીસ આરોપીએ ઓનલાઇન કરેલી ગુનાઇત પ્રવૃત્તિ જાણી શકે છે.

આમ, વોટ્સએપ ચેટ પ્રાઇવેટ નહિ પણ પબ્લિક ઇન્ફર્મેશન છે. જ્યારે યુઝર્સ વોટ્સએપ ઇન્સ્ટોલ કરે છે ત્યારે વોટ્સએપ તેની પ્રાઇવસી પોલિસીમાં સીધી કે આડકતરી રીતે યુઝર્સ પાસે એવું એક્સેપ્ટ કરાવી લે છે કે તમે વોટ્સએપ પર મેસેજ, ઓડિયો, વીડિયો સહિતની માહિતીની આપ-લે કરશો તો તે પબ્લિક ઇન્ફર્મેશન બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here