સુરતમાં કોરોનાનો કુલ આંક 32 હજારની નજીક, આજે વધુ 252 કેસ, 3ના મોતઃ 299 થયાં સ્વસ્થ

0
145

– કુલ મૃત્યુઆંક 960; સિટી અને ગ્રામ્યમાંથી સાજા થનારા દર્દીઓનો આંક 28,682

સુરતતા.10ઓકટોબર.2020શનિવાર

સુરત શહેરમાં કોરોનામાં નવા 171 અને જીલ્લામાં 81 મળી કુલ 252 દર્દી ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં બે અને સુરત જીલ્લામાં એક મળી કુલ ત્રણદર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. શહેરમાંથી વધુ 184 અને ગ્રામ્યમાંથી 115 મળી 299 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ આજે વધુ ધોડદોડ રોડના એક અને અઠવા ઝોનના આશીર્વાદ ફેલટ્સના એક દર્દીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જયારે સુરત જીલ્લામાં આજે  ઓલપાડના એક  દર્દીનું મોત થયુ હતું.

સુરત સિટીમાં કોરોનામાં નોધાયેલા નવા 171 દર્દીઓમાં સૌથી વધુ અઠવાના 30,કતારગામના 26 અને વરાછા બીના 24  સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા 23256 પોઝિટીવ કેસમાં 692નાં મોત થયા છે.

જયારે જીલ્લામાં આજ દિન સુધી 8662પૈકી 268વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર-જીલ્લામાં કુલ 31918  કેસમાં 960 ના મોત થયા છે. સુરત શહેરમાં વધુ 184 દર્દીને રજા આપવામાં આવી હતી.

અત્યાર સુધીમાં શહેરમા કુલ 21206 દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યના 115 ને રજા અપાતા કુલ 7476 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 28682દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here