સુરતની આ જગ્યાએ અડધીરાત્રે વેરાયા ‘સોનાના સિક્કા’, ગામના લોકોએ સવાર સુધી સિક્કા શોધ્યા

  0
  147

  રાજ્યમાં અનેક વખત એવી ઘટનાઓ સામે આવી છે, જેણે સાંભળીને કે વાંચીને આપણને ચોક્કસ નવાઈ લાગે છે. ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર સોનાના સિક્કા પડ્યા હોવાની વાત સામે આવી હતી. મોડી રાજ્ઞે સિક્કા વીણવા માટે લોકોની રીતસરની ભીડ જામી હતી. બીજી બાજુ સિક્કા અંગે હાલ તપાસનો વિષય બન્યો છે.

  આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ડુમ્મસ રોડ પર સોનાના સિક્કા મળ્યાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. અડધી રાત્રે લોકોએ સોનાના સિક્કા વીણવા રીતસરની દોડ લગાવી હોવાની તેમજ આખી રાત લોકોએ સોનાના સિક્કા રસ્તા પર શોધ્યા હોવાની અફવા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ સચોટ જાણકારી કે પૂરાવા મળ્યા નથી.

  Chania

  સુરતમાં રાત્રિ દરમ્યાન આ સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. સિક્કા સોનાના છે કે અન્ય ધાતુના તે પણ તપાસનો વિષય બન્યો છે. ડુમ્મસ ગામના લોકો સવાર સુધી સિક્કા શોધવા નીકળ્યા હોવાની ચર્ચા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here