સિલ્વર સ્ક્રીન પર મહાત્મા ગાંધીની અમીટ છાપ

0
56

‘સત્યના પ્રયોગો’ એટલે કે મહાત્મા ગાંધીની આત્મકથા ૧૯૨૭માં પહેલીવખત પ્રગટ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ગાંધીજીની આત્મકથાની ૫૮,૩૬,૦૦૦ પ્રત માત્ર નવજીવન ટ્રસ્ટમાંથી અંગ્રેજી સહિત ૧૬ પ્રાદેશિક ભાષામાં વેચાય છે. આજે પણ આ આત્મકથા વંચાય પણ છે અને વેચાય પણ છે ત્યારે યુગપુરુષ ગાંધીજી પરની ફિલ્મો કેમ ન ચાલે ? ચાલે નહી,  દોડે અત્યાર સુધી રિલિઝ થયેલી ગાંધીજી પરની વિવિધ ફિલ્મોમાં અહીં પાંચ ફિલમો અંગે જાણકારી આપવામાં આવી છે, જે રસપ્રદ બની રહેશે.

આવી ફિલ્મો ભવિષ્યમાં પણ બનશે તો તેને જરૂર આવકાર મળશે, કેમ કે ગાંધી અને ગાંધીજીના સિદ્ધાંતો-જીવન શૈલી સમયથી પર છે, એમ કહેશું કશું ખોટું નથી. ગાંધીજી ભૂલાવી દેવાના સીધા અથવા આડકતરા ગમે એટલા પ્રયત્ન કરવામાં આવે તો તે સફળ નથી થવાના આથી મોહનદાસ કરમચંદ ગાંધી કેવીરીતે મહાત્મા ગાંધી બન્યા તેને ચરિતાર્થ કરતી કેટલીક ફિલ્મોના આસ્વાદ આપણે અહીં માણીએ.

યુગપુરુષ 

ગાંધી (1982)

બ્રિટિશ-ભારતીય દ્વારા સાથે મળીને તૈયાર કરાયેલી આ ફિલ્મનું દિગ્દર્શન રિચાર્ડ એટનબરોએ કર્યું હતું અને ગાંધીજીની ભૂમિકા બેન કિંગ્સ્લીએ નિભાવી હતી, આ માટે તેમને  ઓસ્કાર પણ મળ્યો હતો. આ ઐતિહાસિક ડ્રામાનો પ્રારંભ ૧૯૮૩માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા અને તેમને ટ્રેનમાંથી ફગાવી દેવાયા તે ઘટનાથી થાય છે અને સમાપન ૧૯૪૮માં તેમની હત્યા કરવામાં આવે છે એ અંતિમ ક્રિયા સાથે થાય છે.

સરદાર (1993) 

કેતન મહેતા દિગ્દર્શિત આ ફિલ્મમાં  અભિનેતા અન્નુ કપૂરે મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જીવન પર આધારિત આ ફિલ્મમાં સરદારનું પાત્ર પરેશ રાવલે ભજવ્યું હતું.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે સરદારના સંબંધો કેવા હતા એ આ ફિલ્મમાં દાખવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા પરત્વે ઉમદા લાગણી ધરાવતા તેમના પ્રશંસક અને ટીકાકાર એમ બે પ્રકારના સંબંધો ધરાવતા એ વ્યક્તિનો દ્રષ્ટિએ ગાંધીજીના સિદ્ધાંતોને મૂલવવાનો પ્રયાસ કરાયો હતો.

ધ મેકિંગ ઓફ મહાત્મા (1996)

શ્યામ બેનેગલ દિગ્દર્શિત આ ફિલ્મમાં ગાંધીજીના પ્રારંભિક જીવનને ચરિતાર્થ કરાયું છે, તેઓ જ્યારે ૨૧ વર્ષની વયે દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ ફિલ્મ  ફાતિમા મીરે લખેલી પુસ્તક ‘મહાત્મા’ પર આધારિત છે. આ ફિલ્મની પટકથા પણ તેમણે જ લખી હતી. ફિલ્મમાં રજિત કપૂરે ટાઇટલ રોલ નિભાવ્યો હતો.

લગે રહો મુન્નાભાઇ (2006)

આ કોમેડી-ડ્રામાને દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ દિગ્દર્શિત કર્યો હતો. તેમણે આ ફિલ્મમાં જે ‘ગાંધીગીરી’ દર્શાવી હતી, એ લોકોમાં ખૂબ લોકપ્રિય થઇ હતી. ફિલ્મનું મુખ્ય પાત્ર મુંબઇનો ડોન હોય અને એ પાત્ર સંજય દત્તે ભજવ્યું હતું અને તેણે ગાંધીગીરીથી લોકોની સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મમાં દિલીપ પ્રભાવલકરે ગાંધીનું પાત્ર ભજવ્યું હતું.

ગાંધી માય ફાધર (2007)

આ બાયોગ્રાફિકલ ડ્રામાનું દિગ્દર્શન ફિરોઝ અબ્બાસ ખાને કર્યું હતું જે મહાત્મા ગાંધીના પુત્ર હીરાલાલ ગાંધીની બાયોગ્રાફીને આધારે બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં પિતા-પુત્રના વિખવાદી સંબંધોને ચરિતાર્થ કરાયા હતા. દર્શન જરીવાલાએ મહાત્મા ગાંધીનું અને અક્ષય ખન્નાએ હીરાલાલ ગાંધીનું પાત્ર ભજવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here