સાવધાન / શું તમે પણ તમારી આંખો સાથે કરી રહ્યાં છો આ ચેડા, તો ચેતી જજો

0
151

આંખો જે તમને આ સુંદર દુનિયા બતાવે છે પરંતુ આંખોમાં જ્યારે કોઇ તકલીફ થાય છે ત્યારે તેનુ કારણ ઇન્ફેક્શન હોય છે. જેના કારણે બ્લર વિઝન કે આંખોમાં રેડનેસ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. તમને ચશ્મા હોય કે નહી આંખોની રેગ્યુલર તપાસ કરાવી લેવી જોઇએ. આજે તમને એવી આદતો વિશે જણાવીશુ જે આંખોને નુકસાન પહોંચાડી શકે છે.

  • આ આદતો દ્વારા થઇ શકે છે આંખોને નુકસાન 
  • વધારે પડતા સ્ક્રીનના ઉપયોગથી નુકસાન 
  • આંખોની માવજત માટે કરો આ ઉપચાર 

વધારે સ્ક્રીન ટાઇમ

આખો દિવસ સ્માર્ટફોનનો ઉપયોગ કરવો કે કોમ્પ્યૂટર અથવા ટીવી જોવાથી તમારી આંખોને નુકસાન થઇ શકે છે. આંખોને જ્યારે વધારે પડતુ નુકસાન થઇ જાય છે ત્યારે આંખો પલકારા મારવાનુ ઓછુ કરી દે છે. આંખો ડ્રાય થઇ જાય છે અને આંખો લાલ થઇ જાય છે. 

ઉંઘતા પહેલા મેક-અપ રિમૂવ કરો

જો તમે એક મહિલા છો અને તમને મેકઅપ કરવાનો શોખ છે તો સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરવાનુ ન ભૂલશો. ખાર કરીને આઇ મેક અપ જેમ કે મસ્કારા, આઇ શેડો જેવા મેક અપ આંખોના ઇન્ફેક્શનના કારણ બને છે. 

બહાર જાઓ તો સનગ્લાસિસ પહેરો
તડકો તમારી આંખને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. જો તમે તડકામાં બહાર જાઓ છો તો સનગ્લાસીસ પહેરો, જેથી અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી આંખોને નુકસાન ન પહોંચાડી શકે. 

આઇ ડ્રોપનો ખોટો ઉપયોગ ન કરો 
ડ્રાય આઇ, એલર્જી કે આંખો લાલ થઇ જાય એટલે આઇ ડ્રોપનો ઉપયોગ સામાન્ય વાત છે. ઘણીવાર તેનો ખોટો ઉપયોગ પણ આઇ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. જ્યારે પણ આઇ ડ્રોપનો ઉપયોગ કરો ત્યારે ધ્યાન રાખો કે આંખોની પાંપણને શીશી ન અડકે. 

લેન્સ પહેરતી વખતે ધ્યાન 
જો તમે લેન્સ પહેરો છો તો તેને પહેરતા અને ઉતારતી વખતે હાથને સ્વચ્છ કરી લો. તેને વ્યવસ્થિત રીતે ધોઇ લો. જેથી હાથ ઉપર રહેલા કિટાણુ તમારી આંખમાં ન જાય અને આંખોનું ઇન્ફેક્શન ન થાય. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here