સારી નોકરી મેળવવામાં અડચણ આવે તો કરો આ કારગર ઉપાય, મળશે સીધો લાભ

0
90

સારી નોકરી કરવા કોણ ઇચ્છતું નથી, પછી તે ભલે સરકારી નોકરી હોય કે ખાનગી ક્ષેત્રમાં. પરંતું વધતી બેરોજગારીના કારણે દરેકને નોકરી મળવી શક્ય નથી. ત્યાં જ કેટલાક લોકો નોકરી મેળવવા માટે ગણા પ્રયાસો કરે છે. પરંતુ તે છતા તેમને સફળતા મળતી નથી. આવામા જ્યોતિષ શાસ્ત્રમાં નોકરી મેળવવાના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો તમને નોકરી મેળવવામાં કારગર સાબિત થઇ શકે છે.

નોકરીથી જોડાયેલ મુશ્કેલીઓ દૂર થશે

સોમવારના દિવસે એક સફેદ કપડું લો અને તેમા ચોખા બાંધી મહાકાળી માતાના ચરણોમાં મૂકી દો. માન્યતા છે કે આથી નોકરી સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થશે. આ સિવાય રોજ પક્ષિઓને સાત પ્રકારના અનાજના દાણા નાંખો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી તમારી નોકરી સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત આવી જશે.

ભગવાન શિવને કરો જળાભિષેક

સોમવારના દિવસે શિવ મંદિરમાં જઇ ભગવાન શિવનો જળાભિષેક કરો અને શિવજીને અખંડ અક્ષત ચઢાવો. આ સાથે જ તમે સોમવારનું વ્રત પણ રાખી શકો છો. આ ઉપાય તમારી નોકરનું સપનું સાકાર કરશે.

હનુમાનજીની આરાધના કરો

જો તમે નોકરી સાથે સંકળાયેલી સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા ઘરમાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવવી જોઇએ. અને પછી નિયમિત તેમની પૂજા કરો અને મંગળવારના દિવસે બજરંગ બાણનો પાઠ કરો. આવું કરવાથી નોકરીમાં આવનારી અડચણો દૂર થઇ જશે.

ઇન્ટરવ્યૂ માટે જઇ રહ્યા છો તો પહેલા કરો આ ઉપાય

જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યા છો તો ઘરથી બહાર નિકળતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ સાથે જ ઘરથી નિકળતા પહેલા એક ચમચી દહી અને ખાંડ જરૂરથી ખાવી. આ ઉપાયને ખુબ જ કારગર માનવામાં આવે છે. ઘરથી નિકળતા સમયે જમણો પગ પહેલા બહાર નિકાળો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here