સારા સમાચાર / દુનિયાના ચીન માટેના ગુસ્સાનો ભારતને થઈ રહ્યો છે આ ફાયદો, જાણો નિકાસમાં કેટલો થયો વધારો

0
105

કોરોના વાયરસ બાદ વિશ્વભરમાં ચીન વિરુદ્ધ ગુસ્સો વધ્યો છે. જેનો સીધો ફાયદો ભારતને થઈ રહ્યો છે. ભારતની નિકાસમાં સપ્ટેમ્બરમાં મહિનામાં વધારો થયો છે.

  • વિશ્વભરમાં ચીન વિરુદ્ધ ગુસ્સાનો ભારતને ફાયદો
  • સપ્ટેમ્બર મહિનામાં ભારતની નિકાસમાં વધારો
  • સપ્ટેમ્બરમાં નિકાસ 5.27 ટકા વધીને 27.4 અબજ ડૉલર રહી
  • સપ્ટેમ્બર 2019માં 26.02 અબજ ડૉલરની નિકાસ થઈ હતી

ભારતની નિકાસમાં 5.27 ટકાનો વધારો થયો છે. જેની સાથે સપ્ટેમ્બર મહિનામાં ભારતની નિકાસ 27.4 અબજ ડોલર  રહી છે.  કોરોના બાદ સતત છ મહિના નિકાસમાં ઘટાડો થયો હતો. જે બાદ સપ્ટેમ્બરમાં નિકાસ વધી છે. 

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી  પિયુષ ગોયલે જણાવ્યું કે સપ્ટેમ્બર 2019માં ભારતની નિકાસ 26.2 અબજ ડોલર હતી. તેમને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી રિકવરી આવવાના સંકેત છે. 

ગોયલે ટ્વીટમાં લખ્યુ હતું કે મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડઃ ભારતની નિકાસ 2020માં ગત વર્ષના આ મહિનાની સરખામણીએ 5.27 ટકા વધારો છે.’ ગત સપ્ટેમ્બર 2019માં ભારતની નિકાસ 26.2 અબજ ડોલર હતી. કોવિડ 19 મહામારી અને તેના કારણે વૈશ્વિક સ્તર પર માંગમાં ઘટાડાથી આ માર્ચથી નિકાસમાં ઘટાડો ચાલું હતો. પેટ્રોલિયમ, લેધર ઉત્પાદન, એન્જિનિયરિંગના સામાન અને રત્ન તથા આભૂષણો જેવા પ્રમુખ સેક્ટરની નિકાસમાં ઘટાડો હતો.

કોરોના બાદ ચીન વિરુદ્ધ વિશ્વની નારાજગીનો ભારતને ફાયદો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર ખુલતા ખરીદદારોએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે. આનાથી ભારતનું અર્થતંત્ર મજબૂત થશે એવા અણસાર મળી રહ્યા છે. એટલું જ નહી આત્મનિર્ભર ભારતના અભિયાનને પ્રોત્સાહન પણ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here