સારા સમાચાર:આ વર્ષે સોનાએ આપ્યું 32% રિટર્ન; આ 9 વર્ષનો સૌથી સારો આંકડો; 2011માં 38% રિટર્ન મળ્યું હતું

0
65
  • સોનામાં રોકાણકારોને છેલ્લાં 10 વર્ષમાં 85 ટકા રિટર્ન મળ્યું

આ વર્ષે સોનાએ રોકાણકારોને 32 ટકા રિટર્ન આપ્યું છે. ગત વર્ષે દિવાળી પર આ આંકડો 21 ટકા હતો. 2020માં અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડવોર અને કોરોના વેક્સિનની શક્યતાની આશાથી સોનાના ભાવ ઘણા ઉપર-નીચે થયા. મંગળવારે પણ સોના વાયદા મલ્ટી કમોડિટી એક્સચેન્જ(MCX) પર 11 રૂપિયા વધીને 50841 પ્રતિ 10 ગ્રામ(તોલા) પર બંધ થયા.

9 વર્ષમાં સૌથી વધુ રિટર્ન
રિટર્નની રીતે જોઈએ તો સોનાએ આ વર્ષે દિવાળી પર 9 વર્ષનું સૌથી વધુ રિટર્ન આપ્યું છે. 2011માં દિવાળી પર MCX ફ્યુચર પર સોનાનો ભાવ 27,359 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આ વર્ષે 50,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. આ રીતે જોઈએ તો સોનામાં રોકાણકારોને છેલ્લાં 10 વર્ષમાં 85 ટકા રિટર્ન મળ્યું.

છેલ્લાં 9 વર્ષમાં આ દિવાળી પર ગોલ્ડે આપ્યું સૌથી સારું રિટર્ન

વર્ષMCX ફ્યુચર્સ પર ભાવદિવાળીથી દિવાળીનું રિટર્ન
202050,679.532.43%
201938,26920.71%
201831,7027.11%
201729,598-1.61%
201630,08217.11%
201525,686-6.53%
201427,481-7.86%
201329,826-6.14%
201231,77816.15%
201127,35937.52%

સોર્સઃ MCX ડેટા

ભાવમાં સતત ઉતાર-ચઢાવ રહ્યો
આ વર્ષે ઓગસ્ટમાં કોરોના વેક્સિનની આશાથી સોનાનો ભાવ વધી 56,191 પર પહોંચ્યો હતો, જે તેના સર્વોચ્ચ સ્તર પર પણ છે. બજારોના જાણકારો માને છે કે 2020માં કોરોના મહામારી, યુએસ-ચીન ટ્રેડવોર અને ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર હિતોના ટકરાવ જેવી ઘટનાઓને પગલે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો.

MCX પર ડિસેમ્બરમાં ડિલિવરી થવામાં સોનાની કિંમત 11 રૂપિયા કે 0.02 ટકા વધારાની સાથે 50,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ, જેમાં 8,460 લોટ માટે કારોબાર થયો. જ્યારે ન્યૂયોર્કમાં સોનું 0.17 ટકાના વધારા સાથે 1884.50 ડોલર પ્રતિ ઐંસ પર કારોબાર કરી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here