સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારી સામે બળાત્કારની ફરિયાદ

0
121

– દિલ્હીની યુવતિ સાથે મેટ્રીમોનિયલ સાઈટ ઉપર સંપર્ક થયા બાદ શરીર સંબંધ બાંધી લગ્ન માટે પ૦ લાખ માંગતા ગુનો નોંધાયો

ગાંધીનગર શહેરના કર્મયોગી ભવનમાં આવેલી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની કચેરીમાં ફરજ બજાવતાં વર્ગ-રના અધિકારી સામે દિલ્હીની યુવતિએ સે-૭ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અધિકારીની ધરપકડ કરીને જેલ હવાલે મોકલી આપ્યા છે. યુવતિ સાથે મેટ્રીમોનિયલ સાઈટ ઉપરથી પરિચય થયો હતો અને ત્યારબાદ ગાંધીનગરમાં તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. લગ્ન કરવા માટે પ૦ લાખ રૂપિયાની માંગણી પણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અધિકારીના ત્રણ સભ્યોની સામે પણ મદદગારી બદલ ગુનો નોંધાયો હતો.             

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-૧૦માં આવેલા કર્મયોગીભવનમાં આવેલા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની કચેરીમાં વર્ગ-ર ના અધિકારી તરીકે ફરજ બજાવતાં કમલનારાયણ રાય જીપીએસસી પાસ કરીને છેલ્લા દોઢ વર્ષથી આ વિભાગમાં ફરજ બજાવે છે. કમલ નારાયણ દિલ્હીની યુવતિ સાથે મેટ્રીમોનિયલ સાઈટ થકી પરિચયમાં આવ્યા હતા. વ્યવસાયે વકીલ એવી આ યુવતિ અને કમલ નારાયણ વચ્ચે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધી સંપર્ક રહયો હતો. બન્ને વચ્ચે ટેલીફોનીક વાતચીત થતી હતી અને ત્યારબાદ તેણીને ગાંધીનગર બોલાવી હતી. જયાં પહેલા એક હોટલમાં અને પછી સે-૮માં આવેલી પીજીમાં યુવતિને રાખી હતી. આ દરમ્યાન યુવતિને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ પણ બાંધી લીધો હતો. ત્યારબાદ યુવતિએ લગ્ન કરવાની વાત કરતાં કમલ નારાયણે પ૦ લાખ રૂપિયાની માંગણી કરતાં યુવતિ હેબતાઈ ગઈ હતી. જેથી આ અધિકારી સામે સે-૭ પોલીસ મથકમાં બળાત્કારની ફરીયાદ નોંધાવી છે જયારે તેના પરિવારના અન્ય સભ્યો સામે મદદગારીનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જેના પગલે સે-૭ પોલીસે આ અધિકારીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે મોકલી આપ્યો છે. ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે પરિવારના અન્ય સભ્યોની સંડોવણી અંગે તપાસ થઈ રહી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here