સાધિકા દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇને 14 દિવસના વચગાળાના જામીન મળ્યા

0
66

 7 વર્ષ બાદ વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી જામીન મળ્યાં

સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈની 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. નારાયણ સાંઈને વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી જામીન મળ્યાં છે.

શનિવારે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યા ત્યાંરે તેણે લોકોને ભીડ ભાડ ન કરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરી આવી હતી.

નારાયણ સાંઈને પોલીસ જાપ્તા સાથે લાજપોર જેલમાંથી અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે લોકોને ભીડભાડ ન કરવા અને લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. ઉપરાંત તેણે જણાવ્યું હતું કે હું કોર્ટનું સન્માન કરું છું.

ઉલ્લેખનીય છે કે સાધિકા પર દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈએ માતાની તબિયત સારી ન હોવાથી જામીન માટે અરજી કરી હતી. જેમાં 7 વર્ષ બાદ 14 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here