સાદા નહીં હવે ઘરે જ બનાવો મસાલા ઉત્તપમ, દાઢમાં રહી જશે સ્વાદ

  0
  132

  સાઉથ ઇન્ડિયન ડિશનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આજે અમે તમારા માટે ઉત્તપમની રેસીપી લઇને આવ્યા છીએ. જે ફટાફટ બની જાય ચે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મસાલા ઉત્તપમ..

  સામગ્રી

  2 બાઉલ – ઉત્તપમનું ખીરૂ
  1 ચમચી – લીલી કોથમીર
  1 ચમચી – મૈસુર મસાલા
  1 નંગ – ટામેટું
  સ્વાદાનુસાર – મીઠું
  જરૂરિયાત મુજબ – તેલ

  બનાવવાની રીત

  સૌ પ્રથમ એક મીડિયમ આંચ પર એક તવો ગરમ કરવા માટે મુરી દો. હવે તે ગરમ થાય એટલે તેમા તેલ ઉમેરી ચીકણો કરી લો. તે બાદ ઉત્તપમના તૈયાર ખીરાને ગોળાકારમાં તવા પર ફેલાઇ દો હવે તેની ઉપર ટામેટાની સ્લાઇસ કાપીને રાખો. એક તરફથી શેકાઇ ગયા બાદ તેને બીજી તરફ પણ શેકી લો. તમે ઉપરથી કોથમીર અને ચાટ મસાલો સ્પ્રેડ કરી શકો છો. તૈયાર છે મસાલા ઉત્તપમ. તેની ઉપરથી તમે મૈસુર મસાલા છાંટીને સંભાર કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here