સાત વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કરી રહી છે નીતુ કપૂર, અનીલ કપૂરે કહ્યું…

0
41

બોલિવૂડની એક સમયની લોકપ્રિય એક્ટ્રેસ અને કપૂર ખાનદાનની વહુ નીતુ કપૂર ફરીથી ફિલ્મોમાં કામ કરવાની તૈયારી કરી રહી છે. પતિ રિશી કપૂરના નિધન બાદ નીતુ કપૂર ઘરમાં જ સમય પસાર કરી રહી છે.

પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમાના પ્રોત્સાહનથી નીતુ કપૂર નવી ફિલ્મમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. વરુણ ધવન, અનિલ કપૂર અને કિયારા અડવાણી સાથે તે હાલમાં શૂટિંગ માટે ચંદીગઢમાં છે.

ચંદીગઢમાં નીતુ કપૂરની ફિલ્મ જુગ જુગ જીયોનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન રાજ મહેતા કરી રહ્યા છે અને ફિલ્મ કરણ જોહરન પ્રોડક્શન ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. ધર્મા પ્રોડક્શનના સત્તાવાર ટ્વિટર પર માહિતી આપવામાં આવી છે કે તમારા સૌના આશીર્વાદથી ફિલ્મ જુગ જુગ જિયોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

નીતૂ કપૂર ફરીથી વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે અનીલ કપૂરે પણ તેમનો ઉત્સાહ વધારવાના પ્રયાસો કર્યા છે. અનીલ કપૂરે એક ફોટો શેર કર્યો છે જેમાં નીતૂ કપૂર એક ડોગને પ્યાર કરતી જોવા મળી રહી છે. તેણે લખ્યું છે કે સેટ પર તમારા પુનરાગમનથી હું ખૂબ ખુશ છું. અમે બધા જ તમારી સાથે છીએ અને અમને ખબર છે કે તમે પડદા પર ધમાલ મચાવી દેશો.

ઉલ્લેખનીય છે કે જુગ જુગ જિયો ફિલ્મ સાથે નીતૂ કપૂર સાત વર્ષ બાદ ફિલ્મોમાં પુનરાગમન કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here