સાજિદ નડિયાદવાલાની હાઉસફુલ પાંચમાં ચોથા પાર્ટની જ આખી સ્ટાર કાસ્ટ જોવાશે

  0
  1

  ડાયરેક્ટર અને પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હાઉસફુલ ૪ સફળ કોમેડી ફિલ્મોની એક છે. ગયાં વર્ષે રિલીઝ થયેલી હાઉસફુલ ૪ ૨૦૦ કરોડના ક્લબમાં પણ સામેલ થઈ હતી. અને હવે હાઉસફુલ પાંચને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે હવે આ સિરીઝનો પાંચમો પાર્ટ બનવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સાજિદ નડિયાદવાલાએ હાઉલફુલ પાંચમાં ચોથા પાર્ટની જ દરેક સ્ટાર કાસ્ટને ફાઇનલ કરી છે. એટલે કે હાઉસફુલ પાંચમાં પણ અક્ષયકુમાર, દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ, જેકલિન ફર્નાન્ડિઝ અને આખી સ્ટારકાસ્ટ ફરી એકવાર સાથે જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે હાલ સાજિદ તેની પૂરી ટીમ સાથે હાઉસફુલ પાંચની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here